જો મારુ કીધુ નહી કરે તો તારા પેલા ફોટા આખા ગામને મોકલી આપીશ
આજના સમયમાં તમામ વયના લોકો સોશિયલ મીડિયાનો હિસ્સો બની રહ્યા છે, પરંતુ આ સોશિયલ મીડિયા હવે ધીમે ધીમે અનેક કિસ્સાઓમાં ખતરનાક સાબિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા એકતરફ હજારો કિલોમીટર દૂર રહેલા લોકોને નજીક લાવે છે. તો બીજીતરફ કેટલાક કિસ્સાઓમાં નજીક આવતા લોકો માટે મુશ્કેલીરૂપ પણ સાબિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા થકી થતા ગુનાઓ મામલે સાયબર ક્રાઇમમાં સતત ફરિયાદો નોંધાતી થઈ છે. જેમાં વધુ બે ફરિયાદનો વધારો થયો છે, જેમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
અતુલ તિવારી/અમદાવાદ : આજના સમયમાં તમામ વયના લોકો સોશિયલ મીડિયાનો હિસ્સો બની રહ્યા છે, પરંતુ આ સોશિયલ મીડિયા હવે ધીમે ધીમે અનેક કિસ્સાઓમાં ખતરનાક સાબિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા એકતરફ હજારો કિલોમીટર દૂર રહેલા લોકોને નજીક લાવે છે. તો બીજીતરફ કેટલાક કિસ્સાઓમાં નજીક આવતા લોકો માટે મુશ્કેલીરૂપ પણ સાબિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા થકી થતા ગુનાઓ મામલે સાયબર ક્રાઇમમાં સતત ફરિયાદો નોંધાતી થઈ છે. જેમાં વધુ બે ફરિયાદનો વધારો થયો છે, જેમાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
VADODARA માં કોન્ટ્રાક્ટરોએ ટોળકી રચીને કોર્પોરેશન પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા
સાયબર ક્રાઇમમાં નોંધાયેલી બે ફરિયાદની વિગતની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી મહિલા તરીકે ખોટી ઓળખ આપી અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી મહિલાને પોતાની સાથે મિત્રતા કેળવવા માટે દબાણ કરાતું હતું. આરોપી દ્વારા મહિલાને બીભત્સ ફોટો અને પોર્ન વિડિયો મોકલી, ન્યૂડ વીડિયો કોલ કરવા માટે જણાવવામાં આવતું હતું. જો મહિલા વીડિયો કોલ નાં કરે તો પર્સનલ ફોટો વાયરલ કરવાની આરોપી ધમકી આપતો હતો. ફરિયાદી મહિલાએ આરોપીને બ્લોક કરતા આરોપીએ ફરિયાદીના ભાઈ તેમજ અન્ય પરિવારજનોને પરેશાન કરવાની શરૂઆત કરી હતી. જો કે આ અંગેની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ દ્વારા 24 વર્ષીય ખોખરામાં રહેતા વિજય થાપાને ઝડપી પાડવામાં આવ્યો છે.
GUJARAT CORONA UPDATE: 717 નવા કેસ, 562 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
સાયબર ક્રાઇમ સેલના એસીપી જે. એમ.યાદવે કહ્યું હતું કે, વિજય થાપા એ વેર હાઉસમાં નોકરી કરતો હતો અને ફરિયાદી સાથે તેનો પરિચય જ્યારે તે અભ્યાસ કરતો હતો એ સમયે થયો હતો. આરોપીએ ફરિયાદી સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યું હતું. મહિલાનો ડિપી મૂકી ફરિયાદીને બીભત્સ ફોટો મોકલવાની શરૂઆત કર્યા બાદ ફરિયાદી મહિલાને ન્યૂડ વીડિયો કરવા અને બીભત્સ ફોટો મોકલવાની માગ કરવામાં આવી હતી. જો માગણી પૂરી નાં થાય તો આરોપીએ સોશિયલ મીડિયામાં પર્સનલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ઉનાળુ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે
અન્ય એક કિસ્સામાં નોંધાયેલી ફરિયાદ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમ સેલના એસીપી જે. એમ.યાદવે કહ્યું હતું કે, 25 વર્ષીય અભય રામચંદ્ર, કે જે અમરાઈવાડીમાં રહે છે. તેણે પણ યુવતીના નામે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યું હતું. આ આરોપી અન્ય મહિલાઓ સાથે બીભત્સ ચેટ કરતો હતો. આ અંગેની ફરિયાદ મળતાં આરોપી અભય રામચંદ્ર જે લોન આપતી કંપનીમાં કામ કરતો હતો, તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કિસ્સામાં આરોપી સાથે કોઈ મહિલા ચેટ કરતી નાં હોવાથી મહિલાના નામે ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી, મહિલાનો ફોટો લગાવી અન્ય મહિલાઓ સાથે ચેટ કરતો હોવાની હકીકત સામે આવી છે.
દારૂ પીને તોફાન કરનારા વૃદ્ધને સિક્યુરિટીએ માર્યો માર, જનતા જ નિર્ણય કરે કોણ સાચુ?
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં નોંધાયેલી બંને ફરિયાદમાં પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે તમામ વયના લોકો સોશિયલ મીડિયાનો હિસ્સો બની રહ્યા છે. સતત સાયબર ક્રાઇમનાં ગુનાઓમાં વધારો થયો છે એવામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ, ઈમેલ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમના વપરાશ પર લગામ લગાવવી તેમજ અજાણ્યા કોઈપણ વ્યક્તિથી દૂર રહેવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સાયબર ક્રાઇમ આવા ગુના તો ઉકેલી રહી છે પરંતુ સતત જાગૃતિ ફેલાવવામાં આવતી હોવા છતાં સમાજમાં સતત જુદા જુદા લોકો દ્વારા થતી ભૂલના કારણે ફરિયાદો નોંધાતી રહી છે અને અનેક લોકો સાયબર ગુનાઓનો ભોગ બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube