જો હવે વરસાદ નહી પડે તો વડોદરામાં ભયાનક સ્થિતિનું સર્જન થશે, મેયરે મંત્રીને પત્ર લખ્યો
વરસાદ ખેંચાતા વડોદરા કોર્પોરેશન તંત્ર મુસીબતમાં મુકાયું છે, કેમકે આજવા સરોવરની હાલ સપાટી 212 ફૂટ હોવી જોઇએ, તેની જગ્યાએ ફક્ત 206.3 ફૂટ સુધી પાણીનું લેવલ હોવાથી મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી વિના મૂલ્યે નર્મદાનું પાણી વડોદરાને આપવામાં આવે તેવી માંગ કરી છે.
વડોદરા : વરસાદ ખેંચાતા વડોદરા કોર્પોરેશન તંત્ર મુસીબતમાં મુકાયું છે, કેમકે આજવા સરોવરની હાલ સપાટી 212 ફૂટ હોવી જોઇએ, તેની જગ્યાએ ફક્ત 206.3 ફૂટ સુધી પાણીનું લેવલ હોવાથી મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી વિના મૂલ્યે નર્મદાનું પાણી વડોદરાને આપવામાં આવે તેવી માંગ કરી છે.
અમદાવાદ ટ્રાફીક પોલીસ શાખામાં 800 પોસ્ટ પર ભરતીની જાહેરાત, આ રહી સંપુર્ણ માહિતી અને ફોર્મ
વડોદરાના આજવા સરોવરમાં છલોછલ ભરાયેલું પાણી દેખાઈ રહ્યું છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ છે. દર વર્ષે ઓગસ્ટના મધ્યભાગમાં આજવા સરોવરની જળ સપાટી 212 ફૂટે હોય છે. જે પાણી વર્ષ દરમિયાન શહેરીજનોને પહોંચાડવામાં આવે છે. જોકે આજની તારીખમાં આજવા સરોવરની જળ સપાટી 206.3 ફૂટ એ પહોંચી છે. જેને કારણે કોર્પોરેશન તંત્ર ચિંતામાં મુકાયુ છે. મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલને પત્ર લખી અગામી દિવસમાં નર્મદા નિગમ દ્વારા વિના મૂલ્યે વડોદરાને પાણી આપવા માંગ કરી છે.
મેયરે પત્રમાં લખ્યું છે કે હાલના 206.3 ફૂટના લેવલે પાણી હોવાથી પુરી ગ્રેવીટી સાથે પાણી સપલાય કરવામાં આવે છે, 31 ઓગસ્ટ 2021 સુધી આ પાણી લઈ શકાશે પણ તે બાદ પાણી જો 205 ફૂટે પહોંચે છે. તો શહેરીજનોને પાણી આપવું મુશ્કેલ થઈ શકે છે, આવા સંજોગોમાં સરદાર સરોવર, નર્મદા નિગમ વિના મૂલ્યે નર્મદા સબ કેનાલ દ્વારા આજવા સરોવર ખાતે પાણી મોકલે તેવી માંગ કરાઈ છે. આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં 7 લાખ લોકોને દૈનિક 145 એમ.એલ.ડી પાણી આપવામાં આવે છે. જે જળવાઈ રહે.
પાડોશી બન્યો પાપી: 4 વર્ષ નાનકડી બાળકીને ચોકલેટના બહાને બાથરૂમમાં લઇ ગયો અને...
વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની જરૂરિયાત છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ નહિ વરસે તો મુશ્કેલી સર્જાવાની પુરી શક્યતા મેયર કેયુર રોકડીયાએ વ્યક્ત કરી હતી. કોર્પોરેશન તંત્ર છેલ્લા અનેક વર્ષોથી નર્મદા નિગમ અને પાનમ પાસેથી જ પાણી લે છે. પરંતુ મળતી માહિતી મુજબ 2000 કરોડ જેટલી રકમ હજુ પાનમ-મહીસાગરની ચૂકવી નથી, સાથે નર્મદા નિગમની પણ 5 કરોડ જેટલી પાણીની રકમ પણ ચુકવવાની બાકી છે, આવા સંજોગોમાં સરકાર વિના મૂલ્યે વડોદરાને પાણી આપશે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે. વડોદરા કોર્પોરેશન તંત્ર શહેરીજનો માટે જે પાણીની વ્યવસ્થા કરે છે, તેમાં આજવા સરોવર પાસેથી 140 એમ.એલ.ડી ખાનપુર ખાતેથી 75 એમ.એલ.ડી, રાયકા દોડકા અને ફાજલપુર ખાતેથી 300 એમએલડી પાણી મેળવે છે જરૂર પડે નર્મદા નિગમ પાસેથી પણ પાણી તંત્ર લેતું હોય છે. જો આવનારા દિવસોમાં વરસાદ નહીં પડે તો શહેરીજનો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને પાલિકાને પાણીકાપ પણ કરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube