ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: કોમર્સ ફેકલ્ટીના ડીનની સ્પષ્ટતા

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના પરિણામ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતાથી જાહેરાત થશે. આ વર્ષે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને હવે 30 હજાર કરતા વધુ રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે, ત્યારે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં એ અંગે વાલીઓ ચિંતિત છે તેવામાં રાહત રૂપ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે આ અંગે નિવેદન આપ્યું છે. હાલ ઉપલબ્ધ 41 હજાર બેઠકો સામે 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: કોમર્સ ફેકલ્ટીના ડીનની સ્પષ્ટતા

અતુલ તિવારી/અમદાવાદ : ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના પરિણામ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતાથી જાહેરાત થશે. આ વર્ષે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને હવે 30 હજાર કરતા વધુ રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે, ત્યારે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં એ અંગે વાલીઓ ચિંતિત છે તેવામાં રાહત રૂપ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે આ અંગે નિવેદન આપ્યું છે. હાલ ઉપલબ્ધ 41 હજાર બેઠકો સામે 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. 

એકપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે, તમામ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ પણ હવે આવી ચૂક્યું છે એટલે ટૂંક જ સમયમાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરીશું. માધ્યમિક શિક્ષક બોર્ડ તરફથી અમે પરિણામની સીડી મંગાવી છે, આ અઠવાડિયાના અંત સુધીમાં મળશે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાશે. ગયા વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા કોર્ષની 40 હજાર બેઠકો ઉપલબ્ધ હતી, સામે 44 હજાર જેટલા રજિસ્ટ્રેશન થયા હતા. પ્રવેશ માટે 7 રાઉન્ડ બાદ પણ માત્ર 33 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, અને 7 હજાર બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે માસ પ્રમોશન બાદ તમામ 63 હજાર વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા, આ વિદ્યાર્થીઓમાંથી 50 હજાર વિદ્યાર્થીઓ કોમર્સના વિષયોમાં રજિસ્ટ્રેશન કરાવે એવી અપેક્ષા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં નવા 16 કોર્ષ શરૂ કર્યા છે, જેના પરિણામે 1 હજાર જેટલી બેઠકોમાં વધારો પણ થયો છે. પરંતુ પાસ થયેલા રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ જો રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે રજિસ્ટ્રેશન કરાવે તો બેઠક વધારવાની સ્થિતિ સર્જાય એવું લાગે છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેમના માટે બેકઅપ પ્લાન તૈયાર છે, જરૂરિયાત મુજબ બેઠકો વધારીશું. હાલ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 41 હજાર જેટલી બેઠકો ગુજરાત યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. 

અમને અપેક્ષા છે કે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થશે. બે કે ત્રણ રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ કેટલી બેઠકો વધારવી પડશે એ અંગે સ્પષ્ટતા થઈ શકશે, ત્યારબાદ પ્રવેશ સમિતિમાં નક્કી કરીને અમે બેઠક વધારવાનો નિર્ણય લઈશું. અનેક વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન બાદ પ્રવેશ લેતા નથી, એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતા હોય છે, એટલે હાલની સ્થિતિ અને બેઠકો મુજબ કોઈ ચિંતાનો વિષય નથી, સમસ્યા થશે તો ચોક્કસથી બેઠકો વધારીશું. કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news