અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંકટ ન તો ઘટી રહ્યુ છે ન તો વધી રહ્યું છે. રોજિંદી રીતે 250થી 300 વચ્ચે કેસ આવે છે. જે પૈકી 70 ટકાથી વધારે કેસ અમદાવાદમાંથી જ આવે છે. એવામાં જો ચોમાસુ ચાલુ થાય તે પહેલા કોરોના વાયરસ કાબુમાં નહી આવે તો અમદાવાદને કોરોના ઉપરાંત ડેંગ્યું અને મેલેરિયા પણ ભરડો લઇ લેશે. તેવામાં અમદાવાદમાં સ્થિતી બેકાબુ થઇ જવાની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાલથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થશે, સરકારી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં જો જુનના અંત સુધીમાં કોરોના પર કાબુ નહી મેળવવામાં આવે તો કોરોના તો ઠીક બીજી બિમારીઓનું સંકટ અમદાવાદ સહિત ગુજરાત પર આવી પડશે. જેના કારણે સ્થિતી પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.


પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમદાવાદમાં ડેન્ગ્યું અને મેલેરિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બને છે. દર વર્ષે ડેન્ગ્યું અને મેલેરિયાને કારણે અનેક લોકો બિમાર પડે છે. તે પૈકી કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. તેવામાં ચોમાસા સુધીમાં જો કોરોના કાબુમાં નહી આવે તો તંત્ર માટે મોટી સમસ્યા થઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર