અતુલ તિવારી/અમદાવાદ :  NEET PG 2022 બે મહિનો પાછી ઠેલવા ઉમેદવારોએ માગ કરી રહ્યા છે. 12 માર્ચે યોજાનારી NEET PG 2022 માટે શનિવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. NEET PG 2022 ની તારીખ 12 માર્ચ બે કારણોસર વિવાદિત બની છે. નીટ પીજી કાઉન્સેલિંગ 2021 ના તમામ રાઉન્ડ પૂર્ણ થાય એ પહેલાં જ નીટ પીજી 2022 યોજાવાની હોવાથી વિવાદ સર્જાયો છે. દેશભરમાંથી અંદાજે 8,000 કરતા વધુ ઇન્ટર્ન છે, જે આ વર્ષે NEET PG આપવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે તેઓ NEET PG ની શરતોને કારણે આ પરીક્ષા આપી શકશે નહી. 31 મે 2022 પહેલા જે ઉમેદવારની ઇન્ટર્નશીપ પૂર્ણ થશે, એ જ ઉમેદવારો NEET PG 2022 આપી શકશે તેવી શરતના કારણે વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 12,753 કેસ, 2,63,593 રસીના ડોઝ અપાયા, 5 નાગરિકોનાં મોત


કોરોના મહામારીને કારણે દેશની કેટલીક મેડીકલ કોલેજમાં પરીક્ષાઓ સ્થગિત થઈ હોવાથી ઉમેદવારોની ઇન્ટર્નશીપ મોડી શરૂ થઈ હતી. આ જ કારણે કારણે 31 મે 2022 પહેલા ઇન્ટર્નશીપ પૂર્ણ ન થતી હોવાના કારણે આ ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહી. ગુજરાતમાં આવેલી નોર્થ ગુજરાત યુનિવર્સિટીની હિંમતનગર અને પાટણ સ્થિત બે કોલેજોના MBBS ઉમેદવારોની ઇન્ટર્નશીપ 4 જુલાઈ 2022 એ પૂર્ણ થતી હોવાથી એકપણ ઉમેદવાર NEET PG 2022 નહીં આપી શકે છે. 


મહેશનો મોહભંગ: આપના દિગ્ગજ નેતા સવાણીએ સાવરણાનો સાથ છોડી દીધો, રાજકારણ ગરમાયું


ગુજરાત સિવાય આવી જ સમસ્યા દેશના અંદાજે 10 રાજ્યોની કેટલીક મેડિકલ કોલેજોમાં થશે. દેશના 5 રાજ્યો જેમાં બિહાર, કેરળ, ઓરિસ્સા, ઝારખંડ અને જમ્મુ & કાશ્મીરની તો તમામ મેડિકલ કોલેજના ઉમેદવારોની ઇન્ટર્નશીપ 31 મે 2022 પહેલા પૂર્ણ થતી ના હોવાથી NEET PG 2022 થી વંચિત રહી એવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, નીટ પીજી 2021 સપ્ટેમ્બરમાં યોજાઈ હતી. જેનું કાઉન્સેલિંગ હજુ પૂર્ણ થયું નથી, એવામાં 12 માર્ચે નીટ પીજી 2022 લેવાની જાહેરાત કરાતા ઉમેદવારોમાં રોષ ભભૂક્યો છે.


વૃદ્ધને સાત જન્મે પણ ન મળે તેવી સુંદર યુવતીએ ફોન કરી કહ્યું તમારા પુત્રની માતા બનવું છે જો તમે...


બીજીતરફ, એ ઉમેદવારો કે જેમણે નીટ પીજી 2021 આપી છે અને હવે લાંબા ઇંતેજાર બાદ કાઉન્સેલિંગની પ્રક્રિયાનો ભાગ બન્યા છે તેઓ માગ કરી રહ્યા છે કે, NEET PG કાઉન્સેલિંગ 2021 ના તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જ નીટ પીજી 2022 યોજાવવી જોઈએ. NEET PG કાઉન્સેલિંગ પૂર્ણ થયા વિના જ NEET PG 2022 લેવી યોગ્ય ના હોવાનું ઉમેદવારોનું કહેવું છે. કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડનું પરિણામ 12 માર્ચના રોજ જાહેર થશે, અને 12 માર્ચના દિવસે જ NEET PG 2022 હોવાથી ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.


સુરતમાં કોરોના બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી


NEET PG 2021 આપી ચૂકેલા ઉમેદવારો મુજબ તેઓ માટે એકસાથે NEET PG 2022 આપવા માટે જરૂરી તૈયારી અને કાઉન્સેલિંગ માટે આવેદનની પ્રક્રિયા એકસાથે કરવી અશક્ય છે. ઉમેદવારોએ NEET PG 2022 નું આયોજન 12 માર્ચના બદલે બે મહિના પાછું ઠેલવવાની માગ કરી જેથી NEET PG કાઉન્સેલિંગ 2021 પૂર્ણ થઈ શકે. ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી NEET PG 2022 ની તારીખ પાછી ઠેલાવવા માટે આંદોલન શરૂ કર્યું છે. દેશભરના જુદા જુદા ડોક્ટર્સ એસોસિએશન તરફથી સરકારને પત્ર લખી થઈ રહેલી સમસ્યા અને એના નિરાકરણ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જો NEET PG 2022 ની તારીખ બે મહિના પાછી કરવામાં ના આવે તો ઉમેદવારો હાઇકોર્ટના દ્વારા ખખડાવવાની તૈયારીમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube