આશ્કા જાની/અમદાવાદ : શહેરના મણીનગર વિસ્તારમાં બે મિત્રો નકલી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવા ગયા પણ તેનો આ શોર્ટકટમાં હવે બંને મિત્રો જેલની હવા ખાઇ રહ્યા છે. મણિનગર વિસ્તારના પિકનિક હાઉસ પાસેથી સાંજે સાતેક વાગ્યાની આસપાસ ઉમેશ કંડવિક અને તેનો સાળો બાઇકમાં પસાર થતાં હતાં ત્યારે તેની પાછળ બાઇકમાં આવેલા બે શખ્સોએ બાઈક સાઈડમાં રોકવા જણાવ્યું હતું. બંને શકશોએ પોતાની પોલીસ તરીકે ઓળખ બતાવી તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ માંગ્યું હતું. આ ઉપરાંત કયાંથી આવો છો, માસ્ક કેમ પહેર્યું નથી, એકટીવાની ડેકી ખોલો ડેકીમાં શું છે તેમ કહી ડેકી ચેક કરી હતી. મોબાઇલ ફોન પણ ચેક કરવા જણાવ્યું હતું. જે બાદ બંને શખ્સોએ પૈસાની માંગણી કરતા ઉમેશભાઈને શંકા જતા તેની પાસે પોલીસનું આઇ કાર્ડ માંગ્યું હતું. જોકે આઈ કાર્ડ માંગતા બંને શકશો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમેશભાઈ સામે બોલાચાલી કરી ત્યાંથી નાસી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પણ અફઘાનિસ્તાન જેવી સ્થિતિ: એક જ પરિવારનાં 4 લોકોની હત્યા, પોલીસને લોકોએ જાણ કરી


ઉમેશભાઈને બંને પોલીસ નકલી હોવાની શંકા જતા બંને શકશો જે બાઈક પર આવ્યા હતા તેની બાઈકનો નંબર ઉમેશભાઈએ નોંધી લીધો હતો. મણીનગર પોલીસ મથકમાં સમગ્ર ઘટના જણાવી બંને શકશો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ બંન્ને નકલી હોવાનું સાબિત થયું છે. 


13 વર્ષની ટેણી અનેક ભાષાઓમાં ગીત ગાય છે, 80 થી વધારે ગીત તો કંઠસ્થ છે


પોલીસે વાહન નંબરને આધારે બંને નકલી પોલીસની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછમાં હકીકત સામે આવી કે બંને આરોપી પૈસા પડાવવા માટે વાહન રોક્યા હતા અને પહેલું જ વાહન રોકતા આઇ કાર્ડની માંગણી થતાં બંને નાસી છૂટયા હત. જોકે સમગ્ર મામલે મણીનગર પોલીસે બંને નકલી પોલીસની વધુ પૂછપરછ હાથ ધરી છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube