કોંગ્રેસના જમાઈ : લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા, પાર્ટીની ઘોર ખોદી
Jayarajsinh Parmar Statement: એક સમયે ગુજરાતમાં સત્તા અને 2017માં 77 સીટો જીતનાર કોંગ્રેસ સિંગલ ડિજિટ પર આવી જાય તો નવાઈ નહીં. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી રહી છે.
Jayarajsinh Parmar Attack On Congress: કોંગ્રેસમાં 11 તો જમાઈ છે, નામમાં વ્યક્તિગત નહીં પડું, હું નામ સાથે બોલી શકું પણ બોલતો નથી પણ એ લોકો લોકસભા હારે એટલે વિધાનસભા લડે અને વિધાનસભા લડે એટલે લોકસભા લડે છે. આવા 11 જમાઈ છે, એ 11 જમાઈને સાચવવા માટે આખી કોંગ્રેસ પાર્ટીની ઘોર ખોદી કાઢી છે. છેલ્લા 15 વર્ષમાં સ્થાનિક અને કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે કે લેપટોપિયા નેતાઓ જેઓ ઓક્સફોર્ડ યુનિમાં અભ્યાસ ભણેલા છે પણ પીપળા અને લિમડાના ઝાડની ખબર નથી. લોકોની નાડ પારખવામાં કોંગેસ નિષ્ફળ ગઈ છે. એમનાથી તમામ કોંગ્રેસીઓ કંટાળેલા છે. આ શબ્દો છે કોંગ્રેસ સાથે 37 વર્ષ કામ કરનાર જયરાજસિંહ પરમારના છે. જેઓ હાલમાં ભાજપમાં છે. જયરાજસિંહે 11 કયા જમાઈઓ પર ઈશારો કર્યો એ આજે ચર્ચાને એરણે ચડ્યું છે.
હોળીના આઠ દિવસ પહેલાં લાગે છે હોળાષ્ટક, જાણો કયા શુભ કાર્ય પર લાગે છે પાબંધી
મહિલાઓને મારફાડ રિટર્ન આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો ખાતું ખોલાવવાની પ્રોસેસ
IND Vs Pak Match ની ટિકીટનો ભાવ 1.86 કરોડ પહોંચ્યો, વેચાઇ જશે બાપ-દાદાની સેવિંગ
SOU: વિંધ્યાચલ પર્વતમાળામાં ભોમિયા સાથે ડુંગરા ભમવા હોય તો બુક કરાવી દેજો સ્લોટ
આઝાદી કાળથી મજબૂત સ્થિતિ ધરાવતી કોંગ્રેસ ગુજરાતમાં ડૂબી રહી છે. આયારામ અને ગયારામની સ્થિતિને પગલે કોંગ્રેસની હાલત કફોડી છે. છેલ્લા એક દાયકામાં 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણી આવે ને જાય પણ કેટલાક નેતાઓથી પદ છૂટતું નથી. લોકસભા પહેલાં કોંગ્રેસ પાસે સ્થાનિક લેવલનું સંગઠન પણ નથી. ગુજરાતમાં કોઈ કરિશ્મા જ ભાજપને ત્રીજીવાર હેટ્રીક ફટકારતાં રોકી શકે છે. આજે જયરાજસિંહના નિવેદન બાદ કોંગ્રેસના 11 જમાઈ કોણ એ ચર્ચામાં છે.
Grahan 2024: 15 દિવસમાં સર્જાશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પલટી મારશે આ રાશિઓનું ભાગ્ય
મિનિમમ પેમેન્ટને લઇને લાઉન્ઝ એક્સેસ સુધી, બદલાઇ ગયા આ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો
કોણ છે જયરાજસિંહ પરમાર
ક્ષત્રિય સમુદાયના અને ઉત્તર ગુજરાતના વતની છે, જ્યાં કોંગ્રેસની સારી પકડ હતી. જેઓ 37 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જેઓની કોંગ્રેસે લાંબા સમય સુધી અવગણના કરી હતી. છોડતા સમયે તેમને લખ્યું હતું કે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બિનકાર્યક્ષમતાથી કંટાળી ગયા છે અને પાર્ટી પાંચ-છ નેતાઓની અંગત મિલકત બની ગઈ છે, જેઓ ચૂંટણી પણ જીતી શકતા નથી.
શું તમને પણ વારંવાર સપનામાં દેખાય છે સાપ, આ પ્રકારનું સપનું આપે છે ખરાબ ઘટનાના સંકેત
આંખ ઉખડતાં જ તમને પીવા જોઇએ છે ચા-કોફી, આ ટેવ શરીર માટે સાબિત થશે હાનિકારક
તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે 2007, 2012, 2017 અને 2019 (પેટાચૂંટણી) ની ચૂંટણીમાં મહેસાણાની ખેરાલુ વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ માંગી હોવા છતાં, કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવારી આપવામાં આવી ન હતી. જેઓ ભાજપમાં જોડાયા બાદ આજે ભાજપમાં પાર્ટીના પ્રવક્તા સાથે ભાજપના ઓપરેશન લોટસ સમિતિના સભ્ય પણ છે. એક હોશિયાર નેતા હોવાની સાથે તેમની કોંગ્રેસમાં એક સમયે સારી પક્કડ હોવાથી ભાજપે આ કમિટીમાં તેમનો સમાવેશ કર્યો હતો.
Maruti ની બાદશાહત યથાવત, ફેબ્રુઆરીમાં પણ ટપોટપ વેચાઇ કાર, ડિમાંડમાં રહી SUVs
Top 5 Car Brands in India: આ છે દેશની TOP -5 CAR કંપનીઓ, ત્રીજા નંબર પર TATA, મહિંદ્રા પણ યાદીમાં સામેલ