Top 5 Car Brands in India: આ છે દેશની TOP -5 CAR કંપનીઓ, ત્રીજા નંબર પર TATA, મહિંદ્રા પણ યાદીમાં સામેલ

Top 5 Car Brands Feb 2024: ફેબ્રુઆરી 2024 ના કાર વેચાણના આંકડા સામે આવ્યા છે. ફેબ્રુઆરી દરમિયાન મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિંદ્રા ટોયટો વેચાણના મામલે ટોપ-5 કાર કંપનીઓ રહી છે. 

Maruti

1/5
image

મારુતિ સુઝુકી: મારુતિ સુઝુકી ટોપ પર છે, તેણે ફેબ્રુઆરીમાં કુલ 1,97,471 યુનિટ્સ વેચ્યા છે, જે વાર્ષિક ધોરણે 15% નો વધારો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તેણે 1,72,321 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું.

Hyundai

2/5
image

હ્યુન્ડાઇ: હ્યુન્ડાઇ( Hyundai) બીજા નંબર પર હતી, તેનું કુલ વેચાણ ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 4.5 ટકા વધીને 60,501 યુનિટ થયું હતું. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ 57,851 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

Tata

3/5
image

ટાટા મોટર્સ: ટાટા ત્રીજા નંબરે છે, તેણે ફેબ્રુઆરીમાં કુલ 51,321 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે જ્યારે ફેબ્રુઆરી 2023માં તેણે 43,140 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. વાર્ષિક ધોરણે વેચાણમાં 19%નો વધારો થયો છે.

Mahindra

4/5
image

મહિન્દ્રા: મહિન્દ્રા ચોથા નંબર પર છે, તેણે ફેબ્રુઆરીમાં સ્થાનિક બજારમાં 42,401 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે, જે વાર્ષિક ધોરણે 40 ટકા વધ્યું છે કારણ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 30,358 યૂનિટ્સનું વેચાણ થયું હતું.

Toyota

5/5
image

ટોયોટા: પાંચમા નંબરે ટોયોટા હતી, જેણે ફેબ્રુઆરીમાં 25,220 એકમોના વેચાણ સાથે તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ માસિક હોલસેલ્સ રેકોર્ડ નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે વેચાણમાં 61 ટકાનો વધારો થયો છે.