અમદાવાદ: શહેરમાં રથયાત્રા કાઢવા અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઇ નિર્ણય લેવાયો નથી. તંત્ર દ્વારા આનુષાંગિક પગલા ઉઠાવાઇ રહ્યા છે. તો બીજી તરફ મંદિર દ્વારા પણ રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સરકાર તરફથી હજી સુધી કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરસપુરનાં રણછોડજીના મંદિરના મહંત લક્ષ્મણદાસે જણાવ્યું કે, રથયાત્રા કોઇ પણ સંજોગોમા નિકળવી જ જોઇએ નહી તો હું સખત પગલા ભરવા તૈયાર છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત્ત વર્ષે કોરોનાની મહામારીના પગલે રથયાત્રાનું આયોજન ટાળવામાં આવ્યું હતું. જેથી સંત લક્ષ્મણદાસે આત્મહત્યાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે સંતો અને તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રથયાત્રા અગાઉ લક્ષમણદાસે રથયાત્રા કાઢવા અંગેની માંગણી કરી છે. આ વર્ષે પણ રથયાત્રા નહી નિકળે તો તેઓએ સખત પગલા ભરવાની ચિમકી ઉચ્ચારી છે. 


સંત લક્ષ્મણદાસે માંગ રી કે, રથયાત્રા અંગે અસમંજસની સ્થિતિ છે સરકાર કોઇ જ સ્પષ્ટતા નથી કરી રહી. કોરોનાના કેસ ઘટીને તળીયે પહોંચ્યા છે. તેવામાં રથયાત્રાનું આયોજન કરવું જોઇએ. જરૂર પડે તો સરકાર કર્ફ્યૂની જાહેરાત કરે. માત્ર રથયાત્રા અને તેમાં ગણ્યાં ગાંઠ્યા લોકોને જ મંજુરી ભલે આપે. પરંતુ રથયાત્રા તો નિકળવી જ જોઇએ. રથયાત્રા નિકળે તો સૌનું ભલુ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube