ઝી બ્યુરો/સુરત: ટ્રાફિકના નિયમનું ઉલ્લંધન કરતા વાહન ચાલકોને જ્યારે મેમો ફટકારવામાં આવે છે ત્યારે ઘણી વખત ઘર્ષણના બનાવો બને છે. પરંતુ હવે સુરતમાં વાહન ચાલકોને સીધો ઈ-મેમો આપવામાં આવશે. વન નેશન વન ચલણનો અમલ સુરત શહેરમાં શરુ થઇ ગયો છે અને ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો ઈ મેમાની જાણ સીધા એસ.એમ.એસ.દ્વારા થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટની આ 4 સુંદર હસિનાઓ પર થયો છે રૂપિયાનો વરસાદ, એવી ખૂબસુરત છે કે...


સુરતમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે વન નેશન વન ચલણનું અમલીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે. જેમાં જો કોઈ વાહન ચાલક ટ્રાફિકના નિયમનનું ભંગ કરશે તો તેને ઈ-મેમો ફટકારવામાં આવશે અને તેની જાણ વાહન ચાલકને સીધા એસએમએસથી થશે. શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે અને ટ્રાફિકના નિયમના ઉલ્લંધન બદલ ઈ-મેમો વાહન ચાલકોને ફટકારવામાં આવશે.


VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'


સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વન નેશન વન ચલણનો અમલીકરણ ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર 16 જાન્યુઆરી 2023થી કરવામાં આવી રહ્યો છે. વન નેશન ચલણના લીધે વાહનચાલકો અને જે ટ્રાફિક પોલીસનો અવારનવાર જે ઘર્ષણના બનાવો બનતા હતા એ ટાળી શકાશે. એક ટેકનોલોજીના માધ્યમથી કેશલેસ અને પેપરલેસમાં કનવર્ટ ધીરે ધીરે ટ્રાફિક શાખા થઈ રહી છે. વન નેશન વન ચલણના પ્રોજેક્ટના અમલીકરણ બાદ હવે તમામ હેડના ટ્રાફિકના નિયમો જે વાહન ચાલકો પાલન નહીં કરતા હોય તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે.


આ સુહાગરાતનો VIDEO તમે જોયો કે નહીં! એક ભૂલથી દુનિયા સામે શરમમાં મૂકાયા વર-વધૂ!


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 15,000 થી વધારે ઈ ચલણનું જનરેશન 16 જાન્યુઆરીથી લઈ અને આજ દિન સુધી કરવામાં આવેલું છે આ જે ઈ ચલણ છે એમાં સૌથી મોટો ફાયદો કે જે પણ ઈ ચલણ વાહન ચાલકોને જનરેટ કરવામાં આવે છે તેમને એસએમએસના માધ્યમથી અને ટેક્સ મેસેજ ના માધ્યમથી ઈ ચલણ જનરેટ થયું છે એવો મેસેજ આપવામાં આવે છે. વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવે છે કે જેમ બને તેમ વહેલી પહેલા જે પણ ઈ ચલણ એમના પેન્ડિંગ હોય એ ચોક્કસપણે ભરપાઈ કરી દે.


મારી સાથે રેપ થઈ રહ્યો હતો અને હું એનો વીડિયો બનાવી રહી હતી , આ સાંભળી કોર્ટ ચોંકી


આ ઉપરાંત વન નેશન વન ચલણના માધ્યમથી સેન્ટ્રલાઇઝ નેશનલ ઇન્ફોર્મરિટી સેન્ટર ખાતે એક ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે એટલે કોઈ પણ વાહન ચાલક જ્યાં પણ ઈ ચલન જનરેટ થયું હોય એના સિવાયના કોઈપણ સ્ટેટમાં જાય તો ત્યાં પણ એ ભરપાઈ કરી શકે છે. આ ઉપરાંત કોઈપણ વાહન ચાલકે જો રીપીટેડ ઓફેન્સ કર્યો હશે તો તે પણ સરળતાથી જાણી અને ટ્રાફિકના નિયમો છે એનો અમલીકરણ વાહન ચાલકો પાસેથી ચોક્કસ પણે કરાવવામાં આવશે.