WPL 2023 Auction: ક્રિકેટની આ 4 સુંદર હસિનાઓ પર થયો છે રૂપિયાનો વરસાદ, એવી ખૂબસુરત છે કે...

WPL 2023 Auction માં 20 ક્રિકેટરોને મળી 1 કરોડથી વધુ રકમ. આવો તમને જણાવીએ ચાર સૌથી સુંદર કરોડપતિ ક્રિકેટર કોણ છે. 

WPL 2023 Auction: ક્રિકેટની આ  4 સુંદર હસિનાઓ પર થયો છે રૂપિયાનો વરસાદ, એવી ખૂબસુરત છે કે...

મુંબઈઃ WPL 2023 Auctionમાં 20 ક્રિકેટરોને એક કરોડથી વધુ રકમ મળી છે. ચાલો અમે તમને જણાવીએ કે ચાર સૌથી સુંદર કરોડપતિ ક્રિકેટર કોણ છે. WPL 2023 Auctionની હરાજીમાં મહિલા ક્રિકેટરોને ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. વિશ્વભરની મહિલા ક્રિકેટરો પર પૈસાનો ભારે વરસાદ થયો. તમને જણાવી દઈએ કે 20 ક્રિકેટરો પર એક કરોડથી વધુની બોલી લગાવવામાં આવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગમાં ખેલાડીઓની પ્રતિભા જોઈને તેમને ભાવ મળ્યો. પરંતુ તમને જણાવી દઈએ કે WPLમાં 4 એવી ક્રિકેટર છે જે માત્ર મેદાન પર જ નહીં પરંતુ તેની બહાર પણ ખૂબ જ લોકપ્રિય છે. આ લોકપ્રિયતાનું કારણ તેમની સુંદરતા છે. ચાલો અમે તમને મહિલા પ્રીમિયર લીગની હરાજીના ચાર ખેલાડીઓ વિશે જણાવીએ, જેમની સુંદરતાની ચર્ચા ચાહકોમાં થતી રહે છે.

ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1.7 કરોડની કિંમતે ખરીદી છેતો. એલિસ પેરી પોતાની રમતના કારણે જ નહીં પરંતુ તેના વ્યક્તિત્વના કારણે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અવારનવાર ફેન્સનું દિલ જીતી લે છે.

ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર એમિલી કરને પણ WPL 2023 Auctionમાં એક કરોડ રૂપિયા મળ્યા હતા. એમિલી કરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી છે. ન્યૂઝીલેન્ડની આ લેગ-સ્પિન ઓલરાઉન્ડર અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.

WPL 2023ની હરાજીમાં ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાનો દબદબો રહ્યો હતો. મંધાનાને આરસીબીએ 3.4 કરોડની કિંમતે ખરીદી છે. મંધાના મહિલા પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. જણાવી દઈએ કે મંધાના માત્ર તેની બેટિંગના કારણે ચર્ચામાં નથી રહેતી. ચાહકો પણ તેની સુંદરતાના દિવાના છે.

હિમાચલ પ્રદેશની ફાસ્ટ બોલર અને પોતાના સ્વિંગ માટે પ્રખ્યાત રેણુકા સિંહને પણ WPL 2023ની હરાજીમાં એક કરોડથી વધુ રકમ મળી હતી. રેણુકા સિંહ ઠાકુરને બેંગ્લોરે 1.5 કરોડની મોટી કિંમતે ખરીદી હતી. રેણુકા સિંહ પણ પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news