અમદાવાદ : શહેરની સાબરમતી નદી બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરની સરસ્વતી નદીના પ્રદૂષણ અંગે પણ હાઇકોર્ટે લાલઆંખ કરી છે. બેફામ થઇ રહેલા પ્રદૂષણ અને તંત્ર દ્વારા પૈસાના ઓથાર હેઠળ આંખો બંધ કરી દેવાયા હવે રાજ્યની જનતા પાસે કોર્ટ સિવાય કોઇ રસ્તો નથી. કોર્ટે પણ લોકોના વિશ્વાસને સાચો ઠેરવતા સત્યની પડખે હાઇકોર્ટ ઉભુ પણ રહે છે. સાબરમતી નદી મુદ્દે કડક વલણ અપનાવ્યા બાદ હાઇકોર્ટે હવે સરસ્વતી નદી મુદ્દે કડક વલણ દાખવ્યું છે. જાહેરહિતની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું કે, હવે જો હિન્દુધર્મમાં પવિત્ર માનવામાં આવતી સરસ્વતી નદીને પવિત્ર રાખવી દરેકની ફરજ છે. આ અંગે GPCB, નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર દ્વારા નિર્દેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ-પત્ની ઔર વો... પહેલી પત્નીએ બીજી પત્નીના ગુપ્તાંગમાં મરચુ ભરી દીધું


હાઇકોર્ટે જણાવ્યું કે, હવે જો સરસ્વતી નદીમાં કે તેના કિનારે કોઇ કચરો ઠલવાયો તો તંત્રમાંથી કોઇની પણ ખેર નથી. નગરપાલિકાના સત્તાધીશો આટલામાં સમજી જાય તો સારૂ છે નહી તો અમે સમગ્ર બોડી વિખેરી નાખવાના આદેશ આપવા માટે પણ સમર્થ છીએ. સત્તાધીશોની ઝાટકણી કાઢતા કહ્યું કે, સરસ્વતી નદીને સત્તાધીશો પોતાના ઘરની જેવી ચોખ્ખી રાખે હવે જો પ્રદૂષણ ઠલવાશે તો નગરપાલિકાની બોડીને વિખેરી નાખવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું કે, નગરપાલિકાએ નદીકાંઠે ડમ્પિંગ સાઇટ ઉભી કરીને મોટુ નુકસાન થઇ રહ્યું છે. જેની ભરપાઇ શક્ય નથી. 


રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને પાનો ચઢાવતા કહ્યું, લડાઈ પહેલા હાર ન માનો


સિદ્ધપુર પાલિકાએ કોર્ટમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એક  અલગ જગ્યા ફાળવાઇ છે હવે અમે કચરો ત્યાં ઠાલવી રહ્યા છીએ. જે અંગે કોર્ટે કહ્યું કે, ડમ્પિંગ સાઇટ અલગ જગ્યાએ લઇ જવી તે કોઇ ઉકેલ નથી. આ તો તમે સમસ્યાને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જાઓ છો પરંતુ સમસ્યા તો એવીને એવી જ છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ આવે તેવો પ્રયાસ કરવામાં આવવો જોઇએ. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય પ્રદૂષણ નિયંત્ર બોર્ડની સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. 


યુક્રેનથી હેમખેમ પરત આવશે વિદ્યાર્થીઓ, પહેલી ફ્લાઈટમાં ગુજરાતના 44 વિદ્યાર્થીઓ આવશે


હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું કે, પ્રદૂષણ બોર્ડ ક્યાંય પણ કામ કરતું હોય તેવું લાગી નથી રહ્યું. અનેક નદીઓ પ્રદૂષિત થઇ રહી છે હવામાં પણ અનેક વાર ચિંતિત કરી દેતા ધુમાડા જોવા મળે છે. જીપીસીબી શું કરી રહી છે તે જ ખબર પડતી નથી. જીપીસીબી દ્વારા હવે તો કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. દરેક વિસ્તારનો સર્વે કરીને કચરો ફેંકાય તેનું ધ્યાન રાખવા GPCB ને કોર્ટે નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત દરેક વિસ્તારનાં કલેક્ટર પણ આ અંગે નજર રાખે તે જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube