પતિ-પત્ની ઔર વો... પહેલી પત્નીએ બીજી પત્નીના ગુપ્તાંગમાં મરચુ ભરી દીધું

રાજકોટમાં એક અઠવાડિયામાં પતિ, પત્ની ઔર વો નો બીજો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે બંન્ને કિસ્સાઓમાં બર્બરતા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બંન્ને કિસ્સાઓમાં માહિલાઓને માર માર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. બર્બરતા તો એવી આચરવામાં આવી કે, મહિલાઓએ મળીને અન્ય મહિલાને ઢોર માર મારી ગુપ્તાંગ, નાક, કાન, મોઢા અને આંખોમાં મરચુ ભરી દીધુ હતું.
પતિ-પત્ની ઔર વો... પહેલી પત્નીએ બીજી પત્નીના ગુપ્તાંગમાં મરચુ ભરી દીધું

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં એક અઠવાડિયામાં પતિ, પત્ની ઔર વો નો બીજો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે બંન્ને કિસ્સાઓમાં બર્બરતા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બંન્ને કિસ્સાઓમાં માહિલાઓને માર માર્યો હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. બર્બરતા તો એવી આચરવામાં આવી કે, મહિલાઓએ મળીને અન્ય મહિલાને ઢોર માર મારી ગુપ્તાંગ, નાક, કાન, મોઢા અને આંખોમાં મરચુ ભરી દીધુ હતું.

રાજકોટના શાપરમાં સુરેશ કુકડીયા પત્ની નિતુબેન સાથે રહેતા હતા. પરંતુ ૪ વર્ષ પહેલા ભારતીબેન નામની મહિલા સાથે મંદિરમાં બીજા લગ્ન કર્યા હતા અને ભારતીબેન રાજકોટના નાના મોવા ખાતેના ભીમનગર ચોકમાં રહેતા છે. સુરેશ રાજકોટમાં રહેતી બીજી પત્ની ભારતીબેનને થોડા દિવસોના અંતરે મળવા માટે આવતો હતો. આ વાતની જાણ સુરેશની પહેલી પત્ની નિતુબેનને થતા શુક્રવારે મોડી સાંજે નીતુબેન 7થી 8 મહિલાઓ સાથે મળીને ભારતીબેનના નાનામોવા મેઈન રોડ ખાતેના ઘરે પહોંચી હતી. જ્યાં ભારતીબેન અને તેમની સાથે રહેલી મધુબેન પર તૂટી પડ્યા હતા. 

નીતુબેને ભારતીબેન અને મધુબેન સાથે મારામારી કરી હતી. ૩ જેટલી મહિલાઓએ મધુબેનને પકડી રાખી હતી જ્યારે નિતુ અને સાથે રહેલી અન્ય અજાણી મહિલાઓએ ભારતીબેનને ઢોર માર મારી ગુપ્તાંગ, નાક, કાન, મોઢા અને આંખોમાં મરચુ ભરી દિધુ હતું ત્યારબાદ ભારતીબેન અને મધુબેનનો મોબાઈલ લઈ મારા પતિને હવે મળતી નહીં એવુ કહી ત્યાથી નીકળી ગયા હતા જ્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભારતીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ભારતીબેન અને મધુબેનનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news