અમદાવાદ : પોલીસ કોરોનાની કાર્યવાહી મૂકી ચાઈનીઝ દોરી અને તુક્કલ શોધતી જોવા મળશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડતા જ હવે પોલીસે ચાઈનીઝ દોરી વાપરનાર કે વેચનાર સામે કાર્યવાહી કરવાનું આદર્યું છે. જો કે ચાઇનિઝ દોરી ઘાતક હોવાની માહિતી પોલીસ સહિત તમામ તંત્રને છે પરંતુ કામ કરવાનું આવે ત્યારે પોલીસ શિસ્તનો હવાલો ટાંકી દેતી હોય છે. તેથી કમિશ્નર જાહેરનામું ન કરે ત્યાં સુધી પોલીસ માત્ર મુકદર્શક બની રહે છે. આ ઉપરાંત ઉતરાયણમાં ધાબા પર પણ ફરજીયાત માસ્ક પહેરવું પડશે. પોલીસ આ બાબતે પણ કાર્યવાહી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો પાકિસ્તાન બોર્ડર પર સર્જાયા, 10 શંકાસ્પદ માછીમારોને ઝડપી લેવાયા


પોલીસ દ્વારા વિશાલ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેને બાતમી આધારે ખોખરા પોલીસે ચાઈનીઝ દોરીના સ્ટોક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી જથ્થામાં આ ચાઇનીઝ દોરી લાવ્યો હતો. અન્ય દુકાનો અને પોતાને ઓર્ડર અનુસાર માલ પુરો પાડતો હતો. જો કે હાલ તો પોલીસે ધરપકડ કરીને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ક્યાંથી દોરી લાવતો હતો અને કોને કોને વેચતો હતો તે અંગેની પુછપરછ પણ આદરવામાં આવી છે. 


વડવાઓના રસ્તે ચાલીને મહેસાણાનો ખેડૂત પરિવાર બન્યો સમૃદ્ધ, કમાણી છે લાખોમાં


જી હા ઉત્તરાયણ દરમિયાન અકસ્માત, મારામારી, ઘર્ષણ જેવા બનાવો સામે આવતા પોલીસ કમિશનરે આ પ્રકારના નિયમો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ લોકોએ પતંગ ચગાવવાની દોરીનો ઉપયોગ કરવા સુધીના નિયમો પાળવાના પડશે. આ વખતે કોરોના મહામારી હોવાથી પોલીસ ધાબે જઈને ચેકીંગ પણ કરી શકે છે. જેથી લોકોએ મહેમાન કે મોટી સંખ્યામાં આસપાસના લોકોને ભેગા નહિ કરવા માટે પોલીસને સૂચના આપી રહી છે. તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. 


દિયર-ભાભીની કારને આંતરીને ત્રણ યુવકો ભાભીને લઈ ગયા, આખી ઘટના જાણીને પોલીસને પણ કંપારી છૂટી


અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારો ઉજવવા માટેની સરકારે છુટછાટ આપી છે. જો કે આ નિયમોમાં કોઇ પણ પ્રકારની છુટછાટ આપવામાં નહી આવે. પોલીસ દ્વારા ક્યાંક નિયમોનો ભંગ કર્યો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તમે પોલીસ સ્ટેશનમાં તહેવાર ન ઉજવો તેવું ઇચ્છતા હો તો તમામ નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. જો નિયમ ભંગ કર્યો તો જાહેરનામા ભંગ મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનું જાહેરનામું પણ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube