વડવાઓના રસ્તે ચાલીને મહેસાણાનો ખેડૂત પરિવાર બન્યો સમૃદ્ધ, કમાણી છે લાખોમાં

મહેસાણા જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂત પરિવાર આજે બાગાયતી ખેતી કરી લાખોની કમાણી કરે છે. 

વડવાઓના રસ્તે ચાલીને મહેસાણાનો ખેડૂત પરિવાર બન્યો સમૃદ્ધ, કમાણી છે લાખોમાં

તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂત પરિવાર આજે બાગાયતી ખેતી કરી લાખોની કમાણી કરે છે. 

મહેસાણા જિલ્લાનું લાઘણજ ગામ આ ગામના રમેશભાઈ વર્ષોથી બાગાયતી ખેતી કરી રહ્યા છે અને દરેક સીઝનેબલ ખેતી કરી હાલ મબલખ આવક ઉભી કરી રહ્યા છે. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે બોર ખાવાની સીઝન. આ ગામના રમેશભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે અને 12 વીઘામાં તેમને બોરડીઓ વાવી છે અને શિયાળાની સીઝનમાં અંદાજીત 1500 મણ બોરની ઉપજ મેળવે છે. આ બોર મહેસાણા સહિત દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે અને બાગાયતી ખેતી કરી આ ખેડૂત પરિવાર આજે ખુશ જોવા મળી રહ્યો છે.  

વડવાઓની પરંપરા જાળવી આજે આ ખેડૂત પરિવાર બાગાયતી ખેતી કરી રહ્યો છે. તેમાં પણ મહેસાણાના આ બોરની માંગ અનેક રાજ્યોમાં જોવા મળે છે. જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં મહેસાણાના બોરની મજા લોકો હોંશે હોંશે માણે છે. ગત વર્ષની સરખામણીમાં માવઠાના લીધે હાલ બોરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 700 થી 800 રૂપિયા સુધીના ભાવ સામે ચાલુ સાલે 350 રૂપિયા સુધીના ભાવ હાલ મળતા હોવાની વાત ખેડૂત કરી રહ્યાં છે અને બાગાયતી ખેતીમાં ખેડૂતોને નુકસાન ના પડતું હોવાની સાથે અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તેવી તેમણે વાત કરી.   

આમ મહેસાણાના નાનકડા ગામનો આ ખેડૂત પરિવાર હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવી જાણે છે અને અન્ય ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળવાનો મેસેજ પણ આપે છે. તેઓ એક સફળ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પાડે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news