મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદની જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા અનેક સ્થાળો પર અલગ-અલગ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે. RTO અને ટ્રાફિક પોલીસ હવે એક્શનમાં આવી અભિયાન શરૂ કર્યું છે અને નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ છેલ્લા ઘણા સમયથી શહેરીજનોમાં રુલ્સ ફોલો કરવા અંગે અવેરનેસ લાવી રહી છે. પણ હવે નિયમ ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, વાહનચાલકો દ્વારા હજુ પણ નિયમ ભંગ કરવામાં આવી રહ્યા છે, જેથી હવે આરટીઓ અને પોલીસે રોન્ગ સાઈડમાં વાહન ચાલવું હેલ્મેટના પહેરવું, વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરવામાં આવી રહયા છે.


પોલીસે RTOને નિયમ ભંગ કરનાર સામે 60 ફરિયાદો RTOને મોકલવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં RTO દ્વારા 34 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા છે. તો જે વાહનચાલકો વારંવાર નિયમ ભંગ કરશે તેમનું લાયસન્સ કાયમી માટે રદ કરવામાં આવશે.


વધુમાં વાંચો...40 લાખની કાર 4 લાખમાં, ચોરીની કારને સેકન્ડમાં વેચવાનું સૌથી મોટું કૌભાંડ


ટ્રાફિક પોલીસ દ્વારા જે લોકોને દંડવામાં આવી રહયા છે તે લોકોનો ડેટા પણ પોલીસ એકઠો કરી રહી છે. એક વાર નિયમ ભંગ કરી લાયસન્સ રદ કર્યા બાદ જો ફરી પકડાશે તો તેની કલમ 279 મુજબ ધરપકડ પણ કરવામાં આવશે. ટ્રાફિક નિયમ ભંગના ગુનાની જોગવાઈની વાત કરીયે તો આ કલમ હેઠળ ધરપકડ કરી વાહનચાલક ને જેલ પણ થઇ શકે છે.


RTO અને પોલીસનું આ અભિયાન રોન્ગ સાઈડમાં થતા અકસ્માતોને ટાળવા માટે શરુ થયું છે. પરંતુ વાહનચાલકોએ પણ નૈતિક જવાબદારી સમજી સેફટીના ભાગ રૂપે હેલ્મેટ પહેરી અને રોન્ગ સાઈડમાં વાહન ન ચાલવુ જોઈએ. ત્યારે જે વાહનચાલકો રોન્ગ સાઈડ અને નિયમ ભંગ કરે છે તે લોકો એ ચેતવાની જરૂર છે. નહિ તો ટ્રાફિક પોલીસ તેમને જેલ પણ બતાવી શકે છે.