ગાંધીનગરઃ દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ શરૂ થયો છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. જો તમારી પાસે પણ 15 વર્ષ જૂના કોઈ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે. તા.૧લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી હતી. હવે  જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેની જાણકારી રાજ્ય સરકારે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરો ઓનલાઇન અરજી
કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ માહિતી આપી છે. 


આ પણ વાંચોઃ જૂનાગઢના ચોરવાડમાં હાર્ડિયેક એરેસ્ટને લીધે 17 વર્ષીય કિશોરનું મોત


રાજ્યમાં 20 લાખ જેટલા જૂના વાહન
ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં 20 લાખ જૂના વાહનો છે. જેમાં ટુક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ  વાહનો છે. સરકાર વાહવાહીમાં તો શૂરી છે પણ અમલવારીમાં બિગ ઝીરો છે.  રાજ્યમાં ૨૦ લાખ વાહનોની ચકાસણી માટે ૧૦૦ ફિટનેસ સેન્ટર જોઇએ પણ હાલ માત્ર ચાર ફિટનેસ સેન્ટર જ શરૂ થયા છે. 


જૂના વાહનોની સંખ્યા 20 લાખ
વધતા જતા પ્રદુષણ માટે ધુમાડા ઓકતા વાહનો જવાબદાર પરિબળ છે. ભારતની ઈમેજ ખરાબ થતાં સરકાર એલર્ટ બની છે. જેને પગલે નવી પોલિસીની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના ખખડધજ વાહનો જ પ્રતિબંધ લાદવા તૈયારીઓ આદરી છે. સૂત્રોના મતે, ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક, ટેમ્પો, આયશર અને બસોની સંખ્યા અંદાજે ૨૦ લાખ જેટલી છે. પોલીસીના અમલ પહેલાં જ મુશ્કેલી ઉભી થઇ છે તે જોતા સરકાર કેન્દ્ર સરકાર પાસે પ્રથમ તબક્કામાં નવી વ્હિકલના ફિટનેશની ફરજિયાત ચકાસણીમાં રાહત આપવા વિનંતી કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube