સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણની ટીપ લેતા હોય તો સાવધાન! જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી જુદા જુદા ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઈટમાં સસ્તા ભાવે શેર ની ખરીદ વેચાણ કરી ઊંચું વળતર ની લાલસા આપી છેતરપિંડી આચરી હતી. તપાસ માં દુબાઈ અને મલેશિયા કનેક્શન સામે આવું છે.
ઉદય રંજન/અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કમાવી આપશે તેવી લાલચ આપી છેતરપિંડી આચરનારા ગેંગના એક સાગરીતની સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે. આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી જુદા જુદા ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઈટમાં સસ્તા ભાવે શેર ની ખરીદ વેચાણ કરી ઊંચું વળતર ની લાલસા આપી છેતરપિંડી આચરી હતી. તપાસ માં દુબાઈ અને મલેશિયા કનેક્શન સામે આવું છે.
શું ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે સંક્ટ
અમદાવાદ સાયબર ક્રાઇમની ગિરફતમાં દેખાતા યુવકનું નામ ફેનિલ ગોધાણી છે. તે મૂળ સુરતનો રહેવાસી છે અને તેની ધરપકડ ઠગાઈના ગુનામાં કરવામાં આવી છે. ઘટના ની વિગતવાર વાત કરવામાં આવે તો 14મી મે 2024 ના રોજ અમદાવાદમાં રહેતા એક વેપારીએ સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી. ફેબ્રુઆરીથી અત્યાર સુધીના સમયગાળામાં તેઓને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના સંચાલક કરણવીર ધીલોન ના નામે તેમજ સુનિલ સિંઘાનિયા ના નામે જુદા જુદા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા હતા. તેમનો સંપર્ક કરીને આરોપીઓએ બનાવેલી બનાવટી વેબસાઈટ થકી શેર નું ખરીદી વેચાણ કરાવી આ શેર ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ કરવાના નામે ફરિયાદીનો વિશ્વાસ કેળવી 1 કરોડ 97 લાખ 40 હજાર રૂપિયા જેટલી રકમ ભરાવડાવી હતી.
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા! અગ્નિકાંડ બાદ ફાયર સામગ્રીના વેપારમાં 80%નો વધારો
બનાવટી વેબસાઈટમાં બેલેન્સમાં બતાવી તેના મારફતે વેપારી પાંચ કરોડ રૂપિયા કમાવ્યા છે. તેવી ખોટી બાબતો બનાવી હતી. જો કે ફરિયાદી પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત ન આપી તેઓને વધુ 15% રકમ ટેક્સ ભરવાનું જણાવ્યું હતું. જેથી વેપારી ને શંકા જતા આ મામલે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધાતા ની સાથે જ ટેકનિકલ એનાલિસિસ કરી તેમજ અને સુરતથી ફેનીલ વિનુભાઈ ગોધાણી નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીને VODAFONE IDEA કંપની ના આવેલા આઈપીઓ માં 11 રૂપિયાનો શેર 6 રૂપિયામાં આપવાની લાલચ આપી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો! અનેક સરકારી બાબુઓની નોકરીઓ ખતરામાં, તપાસ શરૂ
વેપારી ના 1 કરોડ 6 લાખ 25 હજાર રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા તે બેન્ક ખાતા નો ધારક આ પકડાયેલો આરોપી છે. પકડાયેલો આરોપી સુરતમાં હીરા બજારમાં કામ કરતો હોવાનું પણ સામે આવ્યો છે. સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસ કરતા જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા, તે બેંક ખાતું મલેશિયા તેમજ દુબઈ જેવા દેશ માંથી ઓપરેટ થતું હોવાનું સાયબર ક્રાઇમને ધ્યાને આવ્યું છે.
કોઈ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે...
મહત્વનું છે કે આ કેસમાં હજુ પણ ત્રણથી ચાર જેટલા આરોપીઓ હોય જે ફરાર હોય તેઓને પકડવા માટે સાયબર ક્રાઇમ એ પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલા આરોપી ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે અન્ય આરોપીઓને પોતાનું બેન્ક એકાઉન્ટ આપતો હતો અને તેના બદલામાં તેણે અત્યાર સુધીમાં 14 થી 15 લાખ રૂપિયા કમિશન મેળવ્યું છે. આ મામલે સાયબર ક્રાઇમ એ વધુ તપાસ હાથ ધરી છે.