મેરિયોટ હોટલમાંથી ગેરકાયદે દારૂ વેચાણનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદઃ શહેરમાં દારૂના વેપલાની વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહેરની એક નામાંકિત હોટલમાં અપાતા પરમીટવાળા દારૂને ગેરકાયદેસર રીતે વેચાતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીં રેડ કરી તપાસ કરતાં પરમીટનો દારૂ બારોબાર વેચી દેવાયાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નશાબંધી વિભાગે તપાસ કરતાં ગેરકાયદે દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું છે. પરમીટમાં આવતા દારૂને વેચી મારવામાં આવતો હતો. નશાબંધી વિભાગે તપાસ કરતાં 160 જેટલી દારૂની બોટલનો રેકોર્ડ મળ્યો ન હતો. જેથી નશાબંધી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કેમકે જે લોકોને પરમીટ હોય તેવા વ્યક્તિને જ દારૂ આપી શકાય પરંતુ હોટેલમાંથી પરમીટ વિનાના લોકોને પણ 160 જેટલી દારૂની બોટલ વેચી હોવાનું ધ્યાને આવ્યું છે.