રાજકોટમાં ઘર-ઘરમાંથી ભૂતિયા નળ કનેક્શન શોધવાની પાલિકાની મહેનત રંગ લાવી
રાજકોટમાં 776 ભૂતિયાનળ કનેક્શન રેગ્યુલઈઝ કરવા અરજી આવી છે. જેમાથી 432 અરજીઓ મંજૂર કરાઈ છે. રાજકોટમાં 98 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે
રક્ષિત પંડ્યા/રાજકોટ :રંગીલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શનને લઈને સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી. આ સરવેમાં સૌથી વધુ 4926 ભૂતિયા નળ
કનેક્શન નવા રાજકોટ(પશ્ચિમ)માં હોવાની માહિતી ખૂલી છે. રાજકોટ શહેરમાં કુલ 11,173 ભૂતિયા નળ કનેક્શન છે. છેલ્લાં 1 મહિનાથી ભૂતિયાનળ કનેક્શન શોધવાની મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે 31 ડિસેમ્બર સુધી રૂ. 500 પેનલ્ટી લઈ ભૂતિયાનળ કનેક્શન રેગ્યુલાઈઝ કરવામાં આવશે. 98 ટકા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે તેવુ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું.
કનોડિયા બંધુઓની તસવીરને પુષ્પ ચઢાવીને PM બોલ્યા, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા’
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે માહિતી આપી કે, રાજકોટમાં 776 ભૂતિયાનળ કનેક્શન રેગ્યુલઈઝ કરવા અરજી આવી છે. જેમાથી 432 અરજીઓ મંજૂર કરાઈ છે. રાજકોટમાં 98 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી ભૂતિયા નળ કનેક્શન લઈને રેગ્યુલાઈઝ કરાશે. તમામ પાસેથી 500 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. તો સમગ્ર રાજકોટમાં એક મહિનાથી ભૂતિયા કનેક્શન શોધવાની કામગીરી કરાઈ રહી હતી. જેમાં 11 હજાર 173 ભૂતિયા નળ કનેક્શન મળી આવ્યા છે. જેમાં રાજકોટ પશ્ચિમમાં જ 4926 કનેક્શન છે.
ચિલ્ડ્રન પાર્કમાં બાળક બની ગયા પીએમ મોદી, ટ્રેનમાં બેસીને તમામ સ્ટેશન ફર્યાં, Photos
આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પાલિક દ્વારા ભૂતિયા કનેક્શન શોધવાની કામગીરી કરવામાં આવી હતી.
આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા