રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહીથી ગુજરાતીઓ સાવધાન! ત્રણ દિવસ છે યેલો એલર્ટ, ઘરમાંથી નીકળતા નહીં...
દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો. એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગે શુક્રવારથી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. એટલું જ નહીં, લોકોને કાળઝાળ ગરમીમાં ઘરોમાં રહેવા સૂચના પણ આપી છે. હવામાન વિભાગના મતે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે, જ્યારે આજે કચ્છમાં હીટવેવની આગાહી કરી હતી.
આવતીકાલે (શુક્રવાર) કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે 2 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે, 3 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ ,અમરેલી, રાજકોટ અને કચ્છમાં હીટવેવ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કે, દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો. એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે ગરમીનો પારો 41થી 42 ડીગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે, જેથી બપોરના સમયે નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અમદાવાદ મહાનગરપાલિકાએ અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube