સુરતનો સકાબ ઘોડો 20મી વખત વિજયી બની દેશનો નંબર વન અશ્વ બન્યો, હજુ પણ ફિદા છે સલમાન, કરોડો ખર્ચવા તૈયાર છે પણ.....

સુરત નજીક ઓલપાડના એક અશ્વપ્રેમી સિરાજખાન પાસે એક ઘોડો છે જેના પર સલમાન ખાન ફીદા થયો હતો. આ ઘોડો તેને એટલો ગમી ગયો છે કે તેણે આ ગુજ્જુને 2 કરોડની ઓફર કરી દીધી. આ ઘોડાના ત્રણ નામ છે પવન, પતંગ અને સકાબ. સકાબ અત્યાર સુધીમાં 19 વાર ચેમ્પિયન બન્યો છે..

સુરતનો સકાબ ઘોડો 20મી વખત વિજયી બની દેશનો નંબર વન અશ્વ બન્યો, હજુ પણ ફિદા છે સલમાન, કરોડો ખર્ચવા તૈયાર છે પણ.....

સંદીપ વસાવા/સુરત: રાજયમાં અનેક અશ્વપ્રેમીઓ રહે છે. સમગ્ર ભારતમાં ક્યાય પણ અશ્વમેળો યોજાય તેમાં લોકો ભાગ લેવા પહોંચી જતા હોય છે. ત્યારે સુરતનો સકાબ ઘોડો ફરી એકવાર વિજેતા બની મેદાન માર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા જેસલમેરમાં યોજાયેલ હોર્સ રાઈડિંગ એન્ડ ફેરમાં સુરતનો સકાબ ઘોડો પ્રથમ ક્રમે આવ્યો છે. આ મેળામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી લોકો પોતાના ઘોડા લઈને રેસમાં આવ્યા હતા. આશરે 2000 હજારથી વધુ ઘોડાઓએ ભાગ લીધો હતો. જેમાં ઓલપાડના સિરાજ ખાન પઠાણનો સકાબ નામનો ઘોડો પ્રથમ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ સલમાન ખાનના મેનેજરે પણ આ ઘોડો ખરીદવા માટે માલિકને અગાઉ મોટી ઓફર કરી હતી. સુરતનો સકાબ ઘોડો 20 વખત વિજયી બની દેશનો નંબર વન ઘોડો બન્યો.

સલમાન ખાનના મેનેજરે પણ આ ઘોડો ખરીદવા માલિકને કરી હતી મોટી ઓફર
સુરત નજીક ઓલપાડના એક અશ્વપ્રેમી સિરાજખાન પાસે એક ઘોડો છે જેના પર સલમાન ખાન ફીદા થયો હતો. આ ઘોડો તેને એટલો ગમી ગયો છે કે તેણે આ ગુજ્જુને 2 કરોડની ઓફર કરી દીધી. આ ઘોડાના ત્રણ નામ છે પવન, પતંગ અને સકાબ. સકાબ અત્યાર સુધીમાં 19 વાર ચેમ્પિયન બન્યો છે અને હાલમાં ભારતના ટોપટેન ઘોડાની રેસમાં નંબર વન રહી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સકાબને કોઈ એક કરોડ તો કોઈ બે કરોડમાં ખરીદવા માટે તૈયાર છે. પરંતુ ઘોડાના માલિક સિરાજખાન ઘોડાને પરિવારના સભ્ય ગણતા હોવાથી વેચવા ઇનકાર કરી રહ્યા છે.

આમ તો સકાબ પાકિસ્તાની નસ્લનો ઘોડો છે અને રાજસ્થાન, હરિયાણા અને ત્યારબાદ ગુજરાતના એમ ત્રણ અલગ અલગ માલિકો રહ્યા છે. રાજસ્થાનમાં પવન, હરિયાણામાં પતંગ અને ગુજરાતના ઓલપાડમાં સકાબ નામથી ઓળખાય છે. આ ઘોડો જેની પાસે ગયો તે માલિકનું નામ રોશન કર્યું છે. 

જોકે ઘોડાને તાકી નામની બીમારી એટલે કે એક આંખ બ્લેક અને બીજી સફેદ હોવાથી અપશૂકનિયાળ માનવામાં આવતો હતો. છતાં ગુજરાતના ઓલપાડના અશ્વપ્રેમી સિરાજખાન પઠાણે 14 લાખમાં હરિયાણાના માલિક પાસેથી ખરીદ્યો હતો. જોકે સિરાજખાન માટે આ ઘોડો અપશૂકનિયાળ નહી શૂકનિયાળ સાબિત થયો છે. અત્યાર સુધીમાં સકાબ 19 વાર ચેમ્પિયન બન્યો છે.

અશ્વની સંભાળ માટે ખર્ચે છે લાખો રૂપિયા
સિરાજખાન પઠાણને નાનપણથી ઘોડા સાથે લગાવ છે એમની પાસે સકાબ સિવાય અલગ અલગ નસ્લના દસ ઘોડા છે. જેઓના નામ લીઝાર, સરીમ, ઝરીબ, બહર, મૂર્તઝીઝ, સાજન, વર્ધ, માંચો સહિત બે ઘોડી છે. જેમાં ઝરીબ નાની સવાલ રેસમાં ત્રણ વખત વિજેતા,બહર નામનો અશ્વ સ્થાનિક કક્ષાએ મોટી રવાલમાં વિજેતા થયો છે. સિરાજભાઈ અશ્વની સંભાળ માટે સાત જેટલા માણસો રાખ્યા છે. જેની તમામ કેર માણસો રાખે છે. અશ્વ પાછળ માસિક લાખોનો ખર્ચ થાય છે પણ અશ્વના શોખના કારણે આ ખર્ચ તેમના માટે સામાન્ય છે. 

શું કહે છે અશ્વની દેખરેખ રાખનાર
દસ અશ્વોમાંથી સિરાજભાઇનો સૌથી પ્રિય અશ્વ સકાબ છે. હાલમાં સકાબ ભારતનો નંબર વન ઘોડો બન્યો છે. બોલિવુડ અભિનેતા સલમાન ખાનના કરોડો પ્રશંસકો છે પરંતુ સલમાન સુરતના સકબ નામના અશ્વનો ફેન બની ગયો છે. દેશના 100 જેટલા અશ્વોની રેસમાં સુરત ઓલપાડનો સકબ પ્રથમ આવ્યો છે. આ અશ્વની ખાસ વાત આ છે કે તેની ઉપર સલમાન ખાનની નજર છે અને આજે તેની કિંમત દેશની મોંઘી કારો કરતા પણ વધુ છે. સાત વર્ષના સકાબ અત્યાર સુધીમાં 19 વાર રેસમાં ભાગ લીધો છે. 

સલમાન ખાનને સિંધી નસ્લનો સકબ એટલી હદે પસંદ આવ્યો છે કે તેના માટે રૂપિયા બે કરોડ આપવા તૈયાર છે. હાલમાં રાજસ્થાનના ઐતિહાસિક શહેર જેસલમેરમાં સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજીત અશ્વ રેસમાં સબકે રણમાં 3 કિલોમીટર સુધી દોડીને પ્રથમ સ્થાન મેળવ્યુ છે. અંદાજે 100 જેટલા અશ્વોએ આ રેસમાં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણમાં તમામ અશ્વો ગુજરાતના છે. 

આમ તો રાજા રજવાડાના સમયમાં અશ્વની બોલબાલા હતી પણ આજે પણ અશ્વ પ્રેમીઓ ઓછા થયા નથી. અશ્વ પ્રત્યે આજે પણ લોકોને માન છે, સિરાજ ખાન જેવા લોકો આજે અશ્વ પાછળ એટલા દીવાના છે કે તેમના ઘોડાની કિંમત 1 કરોડ, બે કરોડ બોલાય છે છતાં પણ વેચવા તયાર નથી. કેમ કે અશ્વ પ્રત્યે લાગણી બંધાય ગઈ છે સકાબને આજે સિરાજ ખાન પરિવારનો સભ્ય માને છે તેમના માટે સકાબ ઘોડો નથી તેમનો દીકરો છે. દીકરા પ્રત્યે જેટલી લાગણી હોય એટલી લાગણી સકાબ પ્રત્યે છે. સકાબ પણ હજારોના ટોળામાં પોતાના માલિકને ઓળખી કાઢે છે અને હળહળાટી કરતો ઝૂમી ઉઠે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news