હિમાંશું ભટ્ટ/મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમા અરજી કરી હતી, તો પણ કંપની તરફથી એમજીઓ કરવામાં આવેલ નથી અને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ આપવામાં આવ્યા હતા. જેથી કરીને ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને બઘડાટી બોલાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘીના ઠામમાં ઘી ઢળ્યું: મહિલા ત્રિપૂટીને કહી દેવાયુ કે બોલ્યા બોલ્યા ફોક, હવે ચુપ મરો


મોરબીના સિરામિક ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા બે દિવસ પહેલા જ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર દૈનિક 80 લાખ રૂપિયા કરતાનું વધુનું ભારણ વધી ગયું છે અને તેવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ ગેસ કંપની દ્વારા વધુ વધારો કરવામાં આવેલ છે.


લોકસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર; વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ઘડાયો પ્લાન!


મોરબી સિરામિક એસો.ના આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને અહીના ઉદ્યોગકારો ગેસ લેતા હોય છે અને એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવે એટ્લે જેટલો ગેસ ઉદ્યોગકારો માંગે તેટલો આપવામાં આવતો હોય છે. જો કે, ગત 12 ઓગસ્ટે 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે અરજી કરવામાં આવી હતી અને કારખાનેદારોએ ગેસનો વપરાશ શરૂ કર્યો હતો.


ક્લીન સ્વીપની 'હેટ્રિક'! 12 MPને BJP કરી શકે છે ઘરભેગા, કોંગ્રેસનો ટાર્ગેટ 10 સીટો


જો કે, તે કારખાનેદારોને કંપનીએ એમજીઓ મુજબ નહીં પરંતુ નોન એમજીઓ મુજબ ગેસના બિલ આપેલ છે.  જેથી એમજીઓના ભાવ કરતાં તેને 14 રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસ મોંઘો પડે છે. જેથી કરીને મોંઘવારીના સમયમાં તે કારખાનેદારો ટકી શકે તેમ નથી. જેથી સિરામિક એસો.ની આગેવાનીમાં 100 વધુ કારખાનેદારોએ ગેસ કંપનીમાં રજૂઆત કરીને તેઓના એમજીઓ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે ઉદ્યોગકારો અને આગેવાનોએ ગેસ કંપનીની ઓફિસરમાં બઘડાટી બોલાવી હતી. 


જાણો શું હોય છે સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરતા જ રચશે ઈતિહાસ