લોકસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર; ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ઘડાયો પ્લાન!

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ભાજપ ગુજરાતમાં 25 ઓગસ્ટે શરુ થનારા મતદાતા ચેતના અભિયાનમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો ક્યાંથી અને કઈ રીતે ઝુંબેશ શરુ કરશે તે જણાવવા આદેશ અપાયા છે.

લોકસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર; ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ઘડાયો પ્લાન!

Loksabha Election 2024: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇ એક મોટા સમાચાર મળી રહ્યા છે. 

લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ભાજપે એક મુહિમ શરૂ કરી છે. જેમાં દરેક વિધાનસભા બેઠકોના હોદ્દેદારોને મહત્વપૂર્ણ જવાબદારી સોપાઈ છે. દરેક શહેરી વિધાનસભામાંથી 20 હજાર નવા અને ગ્રામ્ય વિધાનસભામાંથી 10 હજાર નવા મતદાતાઓની નોંધણી કરવા સૂચના આપી દેવામાં આવી છે. મતદાતા ચેતના અભિયાન અંતર્ગત દરેક વિધાનસભામાંથી વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના અપાઈ છે. આ સાથે જ 25 ઓગસ્ટે શરૂ થનારા મતદાતા ચેતના અભિયાનમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો ક્યાંથી અને કઈ રીતે ઝુંબેશ શરૂ કરશે તે જણાવવા આદેશ અપાયા છે.

દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત
અગાઉ લોકસભાની ચૂંટણી માટે સીઆર પાટિલે  દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી હતી. જેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બુથ લેવલો ઉપર 50 ટકાથી ઓછા થયેલા મતદાનનું હાલ પોસ્ટમોટર્મ કરવામાં આવી રહ્યું છે.

4 મુદાને લઈ કામગીરીના ભાગરૂપે કવાયત
આ આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ ભાજપ કાર્યકર્તાના 4 મુદાને લઈ કામગીરીના ભાગરૂપે કવાયત થઈ રહી છે. ભાજપે કાર્યકર્તાની સક્રિયતાને તપાસવાની કામગીરી આખા રાજ્યભરમાં ચાલે છે. 2024 ની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે 50 % થી ઓછા મતદાન ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં જે બુથો ઉપર 50 ટકાથી ઓછું મતદાન થયું ત્યાં કાર્યકર્તાની સક્રિયતાની તપાસ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news