ઝી બ્યુરો/ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે. ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની ખોલી રહ્યાં છે પોલ, જેઠા ભરવાડ બાદ આ સાંસદે ઉઠાવ્યો અવાજ


ઋષિકેશ પટેલે વધુમાં  કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે. સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ કહ્યું હતું. 



અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કરી આંધી-વંટોળની આગાહી, આ વિસ્તારો માટે છે એલર્ટ!


તાજેતરમાં જ અંગદાન ક્ષેત્રે SOTTOને પ્રધાનમંત્રીના હસ્તે એનાયત થયેલ એવોર્ડ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના અંગદાનના સેવાકીય કાર્યોને વડાપ્રધાને પણ બિરાદાવ્યું છે. જેના પરિણામે જ તાજેતરમાં જ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના SOTTO એકમને એવોર્ડ પણ એનાયત થયો છે. સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે. પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે. અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.



'ગુડ ટચ, બેડ ટચ'ની જાણ હોવાથી 6 વર્ષની બાળકી બચી! હવસખોરે લલચાવી ખોળામા ઉઠાવી, પરંતુ


આ અમર કક્ષમાં સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં થયેલ 109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે. વધુમાં આ કક્ષમાં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે. આ કક્ષમાં અંગદાન માટે પ્રેરતા, સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબિંબત કરાયા છે, જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધશે.



ICC ODI Rankings: ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી પાછળ, અફઘાનિસ્તાનની પણ મોટી છલાંગ