તૌકતે વાવાઝોડાની ભારે અસર, ભરૂચ સહિત અનેક જિલ્લામાં સર્જ્યા ખેડૂતોની તબાહીના દ્રશ્યો
તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાવના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે
ઝી મીડિયા બ્યૂરો: તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાવના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે.
તૌકતે વાવાઝોડાએ ખેડૂતોના પાક પર પાણી ફેરવ્યું છે. ભારે પવનથી કેરીઓ ખરી પડતા તલાલાના ખેડૂતોને 25 કરોડનું નુકસાન થવાની આશંકા છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ ખેડૂતોની તબાહિના દ્રશ્યો સર્જ્યા છે. તૌકતે વાવાઝોડાને લઇ ખેતરોમાં ભારે નુકસાની થઈ છે. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે. ભારે પવનના કારણે ખેતરોમાં પાકને અત્યંત નુકસાન થયું છે.
આ પણ વાંચો:- તૌકતેથી ગુજરાતમાં 3 ના મોત, સીએમ રૂપાણીએ આપ્યા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ
સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર એ કેસર કેરીના પાકનું મુખ્ય મથક ગણાય છે. અહીં કુલ 16 લાખ આંબાના ઝાડપ પર 8 લાખ મેટ્રિક ટન કેસર કરીનું ઉત્પાદન થયા છે. જો કે, હાલ 35 ટકા પાક લેવાયો છે અને 65 ટકા પાક લેવાનો બાકી છે.
આ પણ વાંચો:- રાજુલામાં વાવાઝોડાએ માસુમ બાળકીનો જીવ લીધો, ઘરની દીવાલ તૂટતા આખો પરિવાર દટાયો હતો
જો કે, તૌકતે વાવાઝોડાને કારણે આંબા પર રહેલા કેરીના પાકને ભાર નુકસાન થયું છે. મોટાભાગના આંબાના ઝાડ પરથી કેરી ખરી પડી છે. જેના કારણે કેરસ કેરીની ખેતી કરનાર ખેડૂતોને 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:- અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કામ વગર ઘરથી બહાર ન નીકળવા તંત્રની સુચના
તો બીજી તરફ તૌકતે વાવાઝોડાને પગલે દરિયા કાંઠાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. દરિયા કિનારે નાળિયેરની ખેતી થાય છે. વર્ષોની મહેનત અને માવજતથી તૈયાર કરેલા નાળિયેરના બગીચા પર તૌકતે વાવાઝોડું કહેર બનીને ત્રાટક્યું છે. બગીચામાં રહેલા અનેક નાળિયેરના વૃક્ષો ધરાશાયી થયા છે.
આ પણ વાંચો:- તૌકતેની તબાહીના દ્રશ્યો : સૌરાષ્ટ્રથી સુરત સુધી વિનાશ વેર્યો, જુઓ Photos
નાળિયેર પકવતા ખેડૂતોને લાખોનું નુકાસન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ફરીવાર નાળિયેરના વૃક્ષો ઉછેરતા 10 વર્ષનો સમય લાગશે. નાળિયેરનું ફળ આપતા વૃક્ષો ધરાશાયી થતાં ફરી આવક શરૂ થતાં છ મહિનાથી વધારે સમય લાગશે. ભૂતકાળમાં 1981 માં વાવાઝોડાનો સામનો મહુવાએ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube