ઝી બ્યૂરો, ગીર સોમનાથ/જૂનાગઢઃ રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક જળાશયો, ડેમ, નદી છલી ગયા છે. તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ પણ થયું છે. તો છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકો સંપર્ક વિહોણો બની ગયો છે. તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઇવે બંધ થઈ ગયા છે. આમ સંપૂર્ણ તાલુકો સંપર્ક વિહોણો બનતા લોકોની ચિંતા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય સ્ટે હાઈવે બંધ
સતત પડી રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે. તાલાલા-જુનાગઢ, તાલાલા-વેરાવણ અને તાલાલા-ઉનાનો રસ્તો બંધ થઈ ગયો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ થયો છે. અનેક ડેમોમાં નવા પાણીની આવક થતાં ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવાને લીધે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. 


રાજ્યમાં કુલ 195 રસ્તાઓ બંધ
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે આણંદ અને કચ્છ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. તો 12 સ્ટેટ હાઇવે પણ બંધ છે. જેમાં ભરૂચમાં 3, કચ્છ અને પોરબંદરમાં 2-2, વડોદરા, રાજકોટ, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં 1-1 સ્ટેટ હાઇવે બંધ છે. આ સિવાય પંચાયત હસ્તકના કુલ 172 માર્ગ બંધ છે. 


રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 


પ્રાચીની સરસ્વતી નદીમાં પૂર
ગીર અને તાલાલા પંથમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતેથી પસાર થતી સરસ્વતી નદીમાં પુર આવ્યું છે. ગીરમાં સતત પડી રહેલા વરસાદને લીધે નદી કિનારે બિરાજમાન માધવરાય ભગવાનના મંદિર ઉપર 20 ફૂટ જેટલું પાણી જોવા મળ્યું છે. નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. ચોમાસાની સીઝન દરમિયાન ત્રીજીવાર સરસ્વતી નદીમાં પુર આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર