હિતલ પારેખ/ગાંધીનગર: વાયુ વાવાઝોડાના ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોડી રાત્રે રીવ્યુ બેઠક કરી હતી. ત્યાર બાદ સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં મંત્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, રાજ્યમાં પોણા ત્રણ લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડા અંગે વાત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, જેમ જેમ લોકો મળી રહ્યા છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગુરુવારે સવારે આઠ વાગ્યે ગુજરાતમાં વાવઝોડાની અસર થઇ શકે છે. બેથી ત્રણ વાગ્યા વચ્ચે પછી જોવા જેવી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એનડીઆરએફની તમામ ટીમો આવી ગઈ છે.


વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ


પાણી, વીજળી જેવી તમામ સુવિધાઓના અધિકારીઓને ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રી અમિત શાહ કાર્યલયથી સતત સંપર્કમાં છે. વાવાઝોડા સામે નુકસાન સહન ન કરે તેવી તૈયારી રાજ્ય સરકારે કરી છે. આ વખતે જે સ્થળાંતર થયું છે કે, ભૂતકાળમાં મોટા પ્રમાણમાં ક્યારે કરવામાં આવ્યું નથી. લોકોએ ખૂબ સહકાર આપ્યો છે તંત્રે પણ સારી મહેનત કરી છે.


‘વાયુ’ વાવાઝોડાને પગલે કચ્છમાં 26121 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર


એસટી બસોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ બધું પહેલી વખત થયું છે. ગુજરાતના તમામ દરિયા કાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુત્રાપાડાના ગામોમાં દરિયાના પાણીની અંદર આવ્યા છે. પોરબંદરમાં એક ગામમાં પાળો તુટવાથી દરિયાના પાણીની અંદર ઘુસ્યા છે. ફરીથી પાળો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 


વાયુ વાવાઝોડાનો પ્રકોપ, પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો

 


હજુ હવે 10 થી 15 હજાર લોકોનું સ્થળાંતર બાકી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી. વાવાઝોડું ગુજરાતને ટચ કર્યા પછી ચોવીસ કલાક સુધી ચાલશે. હેલિકોપ્ટર અને એરફોર્સને તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યારે જરૂર પડશે ત્યારે તેમનો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની કોઈ દિશા બદલાઈ નથી પણ વાવાઝોડુ વેરાવળ ઉપર આવવાનું હતું એની જગ્યાએ આવે દ્વારકા પર આવશે.