વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વાયુ વાવાઝોડાથી ઊભા થયેલા સંકટને જોતા ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવાયા છે.

Updated By: Jun 12, 2019, 11:12 PM IST
વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વાયુ વાવાઝોડાથી ઊભા થયેલા સંકટને જોતા ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 3.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દેવાયા છે અને રાહત તથા બચાવ કાર્ય માટે એનડીઆરએફની 52 ટીમોને તહેનાત કરાઈ છે. 

ગુજરાત પર 'વાયુ'નું ગંભીર સંકટ, સ્થિતિ પર પીએમ મોદીની છે ચાંપતી નજર

અમિત શાહે જણાવ્યું કે તટરક્ષક દળ, નેવી, સેના અને વાયુસેનાની ટુકડીઓ તહેનાત કરાઈ છે અને વિમાનો તથા હેલિકોપ્ટરોની મદદથી હવાઈ નીગરાણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ તોફાન પોરબંદર તથા દીવની વચ્ચે ક્યાંક ટકરાય તેવી આશંકા છે અને તેઓ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. 

ખુબ ગંભીર શ્રેણીમાં રાખવામાં આવેલા આ વાવાઝોડાની સંભવિત આફતના જોખમને ધ્યાનમાં રાખતા 10 જિલ્લાઓને અલર્ટ કરવામાં આવ્યાં છે. વાવાઝોડું સમુદ્ર કાંઠે ટકરાય તે પછી પણ 24 કલાક બાદ શક્તિશાળી બની રહેશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે વાવાઝોડું સમુદ્ર તટ પર ટકરાયા બાદ નબળું પડતું હોય છે. 

પશ્ચિમ રેલવેએ 40 ટ્રેનો રદ કરી
પશ્ચિમ રેલવેએ વાવાઝોડાના પગલે ગુજરાતમાંથી રવાના થતી કેટલીક ટ્રેનો રદ કરી છે અને કેટલીક ટ્રેનોનું અંતર ઘટાડ્યું છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, અને ગાંધીધામ જેવા સ્ટેશનો પર જતી તમામ પેસેન્જર અને મેલ ટ્રેનો વચ્ચે જ અટકાવી દેવાઈ છે અથવા તો તેમને બુધવારે સાંજે છ વાગ્યાથી શુક્રવાર સવાર સુધી રદ કરાઈ છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા રવીન્દ્ર ભાખરે આ જાણકારી આપી. 

પશ્ચિમ રેલવેએ વાવાઝોડા વાયુથી ઊભી થનારી સંભવિત આફતને જોતા મુખ્યમાર્ગની 40 ટ્રેનોને રદ કરી છે અને આવી જ 28 ટ્રેનોને આંશિક રીતે અટકાવવામાં આવી છે. 

લોકોની મુશ્કેલીઓ જોતા પશ્ચિમ રેવલેની વિશેષ રાહત ટ્રેનો ચલાવવાની યોજના છે. આ વિશેષ ટ્રેનો ગાંધીધામ, ભાવનગર પારા, પોરબંદર, વેરાવળ અને ઓખાથી પ્રત્યેક જગ્યાથી દોડશે જેથી કરીને ત્યાંના લોકોને કાઢવામાં મદદ મળે. છથી દસ ડબ્બાવાળી આ વિશેષ ટ્રેનો સુરક્ષિત જગ્યાએ ઊભી છે અને ઈમરજન્સીની સ્થિતિમાં તેમને રવાના કરવામાં આવશે. આ વાવાઝોડું ગુરુવારે 13મીએ ત્રાટકે તેવી આશંકા છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...