સોશિયલ મીડિયા ઇફેક્ટ: કોડિયાઓની માંગમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો
દિવાળીના તહેવારને હવે બસ ગણતરીના દિવસોના બાકી છે, ત્યારે તમામ ઉદ્યોગોમાં તેજી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે કોડિયાની માંગમાં નોંધનીય વધારો થવા પામ્યો છે. અગાઉની સિઝનની તુલનાએ આ વખતે કોડિયાઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સતત લોકો દ્વારા કરવામાં આવતી અપીલ અને વિવિધ ઇમેજીસ અને દેશભક્તિ જેવા વિવિધ કારણોથી લોકોએ ચાઇનાની આઇટમ લેવાનું ટાળ્યું હતું. જેના કારણે કોડિયાની માંગમાં વધારો થવા પામ્યો છે.
અમદાવાદ : દિવાળીના તહેવારને હવે બસ ગણતરીના દિવસોના બાકી છે, ત્યારે તમામ ઉદ્યોગોમાં તેજી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે કોડિયાની માંગમાં નોંધનીય વધારો થવા પામ્યો છે. અગાઉની સિઝનની તુલનાએ આ વખતે કોડિયાઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સતત લોકો દ્વારા કરવામાં આવતી અપીલ અને વિવિધ ઇમેજીસ અને દેશભક્તિ જેવા વિવિધ કારણોથી લોકોએ ચાઇનાની આઇટમ લેવાનું ટાળ્યું હતું. જેના કારણે કોડિયાની માંગમાં વધારો થવા પામ્યો છે.
વડોદરા : દિવાળી નજીક આવતા જ લુણા સહિતના ગામોમાં ચોળાફળી/મઠીયાની માંગ વધી
1000 કોડિયાનાં 600-700 રૂપિયા મળે છે
અમદાવાદમાં વર્ષોથી માટીની વસ્તુ બનાવવાનાં વ્યવસાય સાથે સંકળાયેલા રાજુભાઇ પ્રજાપતિના અનુસાર ગત્ત વર્ષની તુલનાએ વેપારમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર ચાલતા જાગૃતિના કેમ્પેઇનની અસર દેખાઇ રહી છે. સિઝન દરમિયાન સરેરાશ 30 હજાર જેટલા કોડિયાઓનો વ્યાપાર થતો હોય છે. પેઢીઓથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. 1000 કોડિયા 550થી માંડીને 700 રૂપિયા સુધી મળે છે. કોડિયામાં પણ વિવિધ પ્રકાર હોય છે જેના આધારે તેની કિ્મત નક્કી થતી હોય છે.
ભાવનગર : દિવાળી પહેલા ચૌહાણ પરિવારમાં માતમ છવાયો, ત્રણ પુત્રોના તળાવમાં ડૂબી જતા મોત
કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ
સોશિયલ મીડિયાના કેમ્પેઇનની અસર
સોશિયલ મીડિયા પર હાલ વિવિધ કેમ્પેઇન ચાલી રહ્યા છે. જેમાં એવી અપીલ કરવામાં આવી રહી છે કે વિદેશી કે ચાઇનીઝ માલ ખરીદ્યા કરતા આપણા દેશનાં નાગરિકનું ભલુ થાય તે માટે દેશી કોડિયા ખરીદવાનો આગ્રહ રાખો. કોઇ પણ ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરો. આ કેમ્પેનની અસર લોક માનસ પર પડી રહી છે. જેનાં કારણે કોડિયા સહિત તમામ સ્થાનિક વસ્તુઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ પણ ખુશ છે.