બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સમીસાંજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જીતુ વાઘાણીની જાહેરાત વર્ગ-3 સંવર્ગના શિક્ષક સહાયકો માટે કરવામાં આવી છે. જેમા ફેરબદલી કેમ્પની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 21 મે સુધી તમામ જિલ્લામાં આંતરિક ફેરબદલી કેમ્પ કરવામાં આવશે.


જીતુ વાઘાણીએ કરેલી ટ્વિટમાં જણાવાયું છે કે, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ સંવર્ગના મદદનીશ શિક્ષક/શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષણ નિરિક્ષકના ફેરબદલી કેમ્પ યોજવાનો સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube