અમદાવાદ: ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરક્ષા સમયે સૌથી વધારે બે વિષયનો ભય રહેતો હોય છે. એક ગણિત અને બીજું અંગ્રેજી અને અંગ્રેજી કરતા પણ ગણિત સૌથી વધારે વિદ્યાર્થીઓને ડરાવે છે. ત્યારે ગણિતથી ડરતા વિદ્યાર્થીઓ માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરું લાગે છે તેવા વિદ્યાર્થીઓ માટે CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે. CBSE ધોરણ 10ની પરીક્ષામાં ગણિતનું અઘરું અને સહેલું એમ બે પેપર આપી શકાશે. ગણિતથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આગામી 2020ની પરિક્ષાથી લાગૂ કરાશે 


આ પરિક્ષા માટે વિદ્યાર્થીઓ પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે જ પોતાનો વિકલ્પ પસંદ કરી શકશે. જે વિદ્યાર્થીઓ આર્ટ્સ સ્ટ્રીમ સાથે આગળ વધવા માગતા હોય છે તેવા વિદ્યાર્થીઓ બોર્ડના ગણિતના પેપરમાં માત્ર પાસિંગ માર્કસની જ તૈયારી કરતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓમાંથી ભય દૂર કરવા માટે CBSE દ્વારા આ નિર્ણય લેવાયો છે. જેમાં વિદ્યાર્થી ગણિતમાં સરળ પેપરનો વિકલ્પ પસંદ કરીને આગળ વધી શકે છે. 


વિદ્યાર્થીઓ માટે અઘરા પેપરનો પણ વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે જેમાં સરળ પેપર આપ્યા બાદ જો વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે તો એક મહિના બાદ લેનારી પરીક્ષામાં અઘરૂં પેપર આપી શકે છે. પરંતુ શિક્ષકો આ નિર્ણય પર સવાલ પણ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. 


CBSE દ્વારા લેવાયેલો નિર્ણય આગામી 2020થી લાગૂ થવાનો છે ત્યારે જો આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ GSEBમાં લાગૂ કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓનો પણ આત્મવિશ્વાસ વધશે કે પછી તેના માઠા પરિણામ આવશે તે તો આવનારો સમય જ કહેશે.