ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના આયોજનબદ્ધ અને ઝડપી વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલીકા સમાવિષ્ટ કરીને સંયુકત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસને વેગ આપવા આ સંયુકત નગરપાલિકાઓની રચના કરી છે. તેના પરિણામે સ્થાનિક સત્તાતંત્રનો વહિવટ ખર્ચ ઘટશે. એટલું જ નહિ, પ્રશાસકિય વિસ્તારો અને કર્મયોગી માનવબળ વધતાં કામગીરીમાં સરળતા અને ઝડપ આવશે અને વિકાસકામોને નવી ગતિ મળતી થશે.


આ પણ વાંચો:- મહિલા LRD આંદોલન બાદ પુરૂષ ઉમેદવારોનું આંદોલન, પોલીસે કરી અટકાયત


મુખ્યમંત્રીના આ નિણર્ય અનુસાર, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે.


એટલું જ નહિ, દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુકત નગરપાલિકાના અને તેના મુખ્યમથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- માંડવીમાં મેઘરાજા મહેર: બે દિવસમાં 15 ઇંચ વરસાદ, કૃષ્ણ સાગર તળાવ ઓવરફ્લો


મુખ્યમંત્રીએ આ ઉપરાંત પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર-છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કર્યો છે. આ નવી ત્રણ સંયુકત નગરપાલિકાઓમાં વહિવટદાર તરીકે સંબંધિત પ્રાંત અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.


આ પણ વાંચો:- ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ


તદઅનુસાર, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી વઢવાણ, નવસારી, વિજલપોર નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી નવસારી અને પોરબંદર છાયા નગરપાલિકાના વહિવટદાર તરીકે પ્રાંત અધિકારી પોરબંદરની નિમણૂંક કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube