ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ

23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે.

ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ

અતુલ તિવારી, અમદાવાદ: 23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે. 11 વાગ્યે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે.

ત્યારબાદ મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ ફરશે. 3 રથની આરતી મંદિર પરિસરમાં કરવામાં આવશે. પ્રાંગણમાં રથનું ભ્રમણ કેવી રીતે કરાવવું તે અંગે રિહર્સલ કરવામાં આવશે. એક રથને 25 ખાલસીઓ દ્વારા ખેંચવામાં આવશે. 

અગમચેતીના ભાગરૂપે જગન્નાથ મંદિરમાં બોમ્બ સ્કવોડની ટીમ પહોંચી ગઇ છે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ નજર રાખવામાં આવી રહી છે. મંદિરના ખૂણેખૂણેમાં પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આજે નકળંગ મહાદેવમાં રાખવામાં આવેલા ગજરાજો ને પણ મંદિર ખાતે લાવવામાં આવશે. 

મુહુર્ત અનુસાર ભગવાનના રથનું પૂજન કરવામાં આવશે. આ ઉપરાંત 3 રથની આરતી મંદિર પરિસરમાં કરવામાં આવશે. ભગવાનના મૂંગટના પૂજન કરવામાં આવશે, ત્યારબાદ ભગવાનને મૂગટ ધારણ કરાવાશે. બપોરે 4 વાગ્યે વિપક્ષ નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી રથની પૂજા કરશે. 23 જૂને મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. 

મહંત દિલિપદાસજી દ્વારા જણાવાયું કે, રથ બહાર જ મુકવામાં આવશે અને ભગવાનનાં દર્શન કરી શકે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે તકેદારી રાખીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે. જો કે બીજી તરફ અધિકારીઓ દ્વારા આવી કોઇ વાત નહી થઇ હોવાનું જણાવી રહ્યા છે. જેના કારણે ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે કે નહી તે મુદ્દે હાલ ગુંચવાડો ઉભો થયો છે.

જો કે રથયાત્રા દ્વારા નાથ નગરચર્યાએ નિકળે છે, આ વર્ષોજુની પરંપરા છે માટે તેને સાચવવી પણ તેટલી જ જરૂરી છે. જેના કારણે હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જે અનુસાર મંદિરમાંથી પરંપરા અનુસાર જ પહિંદ વિધિ કરીને ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. મંદિરની ફરતે પ્રદક્ષીણા કરાવીને રાત્રી રોકાણ હંમેશાની પરંપરા અનુસાર બહાર જ કરાવવામાં આવશે. બીજા દિવસે રથમાંથી ભગાવનને મંદિરમાં પ્રવેશ કરાવાશે. આ પ્રકારે પરંપરા પણ જળવાશે અને કોર્ટનાં આદેશની પણ અવગણના નહી થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે તે અમદાવાદનો કોટ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં જ કોરોના બેકાબુ છે જેના કારણે અનેક વિસ્તારો તો હાલ પણ કન્ટેઇમેન્ટ ઝોનમા આવે છે. એટલે સુધી કે જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે જમાલપુરને કોરોનાનુ એપીસેન્ટર માનવામાં આવતું હતું. પ્રથમ તબક્કામાં કોરોના ત્યાં બેકાબુ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news