ટેલીકોમ ઓપરેટરોનો મહત્વનો નિર્ણય; વાવાઝોડામાં નેટર્વક ખોરવાય તો આ રીતે કરો અન્ય નેટર્વકનો ઉપયોગ, જાણો કેવી રીતે?
Cyclone Biparjoy: આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
Cyclone Biparjoy: રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે, એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.
"બિપરજોય" વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આ રીતે કરો ઉપયોગ
મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો.
તમને જણાવી દઈએ કે, 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે.
હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે
આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.