ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય! વાવાઝોડાને લઈ તમામ જિલ્લાની અદાલતી કાર્યવાહી મુદ્દે બહાર પડાયો વટહુકમ
Cyclone Biparjoy Updates: ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમમાં કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે.
Cyclone Biparjoy Updates: બિપોરજોય વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપોરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે. જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. બિપોર જોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પડાયો છે.
ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમમાં કહેવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે. અદાલતો ચાલુ કે બંધ રાખવા અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને અપાઈ છે. સ્થાનિક પ્રશાસન સાથેના સંકલન સહિતની સત્તા અને જવાબદારીઓ વાવાઝોડાના સમય પુરતી જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજને અપાઈ છે.
આ વર્ષે સારું નહીં જાય ચોમાસું! વાવાઝોડાના કારણે દેશભરમાં વરસાદ પર કેવી થશે અસર?
બિપોરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોન કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ગુજરાતથી સાયક્લોન ટકરાઈને રાજસ્થાન તરફ જશે. જેથી 15, 16 અને 17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં આ જગ્યા ટકરાઈને તબાહી મચાવશે વાવાઝોડું! હજારો લોકોનું સ્થળાંતર
વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે.. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
Cyclone Biparjoy Live Updates: 150 કિલોમીટરની ઝડપે ફૂંકાનાર પવન ભુક્કા કાઢશે, 5 દિવસ વરસાદની આગાહી