Cyclone Biparjoy Live Updates: 150 કિલોમીટરની ઝડપે ફૂંકાનાર પવન ભુક્કા કાઢશે, 5 દિવસ વરસાદની આગાહી

Cyclone Biparjoy Live Updates: ગુજરાત પર વિશાનક બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારે પવન સાથે વાવાઝોડુ તેજ ગતિથી ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેને પગલે સરકાર આખું સરકારી તંત્ર કામે લગાવી દીધું છે. ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. એનડીઆરએફ અને આર્મીની પણ મદદ લેવામાં આવશે. ખુદ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ કહી ચુક્યા છે કે, આ વાવાઝોડું અત્યાર સુધીના વાવાઝોડા કરતા વધારે ભારે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ પણ વધારે હશે. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સતર્કતા રાખવી પડશે.

Cyclone Biparjoy Live Updates: 150 કિલોમીટરની ઝડપે ફૂંકાનાર પવન ભુક્કા કાઢશે, 5 દિવસ વરસાદની આગાહી
LIVE Blog

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

13 June 2023
19:19 PM

બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતી એસટી બસ સેવામાં હાલ પૂરતી બંધ

 

19:18 PM

રાજકોટની કોર્ટ ચાલુ રહેશે, સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા સમાચાર

 

19:17 PM

હવામાન ખાતાની આગાહી
આગામી પાંચ દિવસને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ. દ્વારકા પોરબંદર અને કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી. સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. આજથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. 15 જૂને 125-130 km/h ગતી એ પવન ફૂંકાશે. હાલ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 14 જૂનના બદલે 13 જૂને રાત્રે દિશા ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 13 જુન બાદ વાવાઝોડું ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું સાંજના સમયે ટકરાશે.  

18:35 PM

ગુજરાતીઓને હાશકારો થાય તેવા સમાચાર! વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું
ગુજરાત પર વિશાનક બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના લોકોને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું છે. જી હા...વેરી સિવિયલ સાયક્લોન બિપરજોય દરિયાકાંઠાથી દૂર થયું છે. પોરબંદરથી વાવાઝોડું 320 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી વાવાઝોડું 290 કિલોમીટર દૂર છે, જખૌ બંદરથી 320 કિલોમીટર દૂર છે અને નલિયાથી વાવાઝોડું 330 કિલોમીટર દૂર છે. ભારે પવન સાથે વાવાઝોડુ તેજ ગતિથી ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેને પગલે સરકાર આખું સરકારી તંત્ર કામે લગાવી દીધું છે.

18:34 PM

ચક્રવાતને પગલે કંડલા બંદર ખાલીખમ, જોઈ લો વીડિયો

 

18:31 PM

દ્રારકાના ગોમતીઘાટ પર દરિયાનું ભયંકર રોદ્ર સ્વરૂપ

 

18:30 PM

વાવાઝોડા સામે રાજકોટ જિલ્લા તંત્ર સજ્જ; જિલ્લામાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર

 

18:27 PM

પોરબંદરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી 100 કરતા વધારે લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર

 

18:26 PM

Cyclone Biparjoy Live Updates: વાવાઝોડું ત્રાટકે પહેલાં સરકારે કરી લીધી છે તૈયારીઓ

 

18:24 PM

Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાને કારણે ઘણી ટ્રેનો રદ્દ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ વિશે માહિતી આપતા, પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “અમે ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને વોર રૂમ બનાવ્યા છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. અમારા લગભગ 2500 RPF જવાનો સ્થળ પર તૈનાત છે. અમે 69 ટ્રેનો રદ કરી છે અને 30 ટ્રેનોને ટૂંકાવી દીધી છે. આ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો વિરમગામ, રાજકોટ, ઓખા વગેરેમાં પણ અમે માલગાડીઓ રદ કરી છે.

17:56 PM

વાવાઝોડા પહેલાં ભાજપ સક્રિય : ધારાસભ્ય રિવાબા જાડેજા જોડાઈ ગયા સેવાકાર્યોમાં

 

17:56 PM

દમણનો દેવકા બીચ બન્યો તોફાની, ઉંચા- ઉંચા મોજા ઉછળ્યા

 

17:54 PM

મોરબીથી 45 કિલોમીટર દૂર આવેલા નવલકી બંદર પર લગાવવામાં આવ્યું 10 નંબરનું સિગ્નલ

 

17:53 PM

વલસાડમાં બિપોરજોયની અસર શરુ, ભારે પવન સાથે જોરદાર વરસાદ...

 

17:51 PM

વેરી સિવિયલ સાયક્લોન બિપરજોય ગુજરાતથી 10 કિલોમીટર દૂર ફંટાયું

 

17:48 PM

25 જવાનોની સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પહોંચી માંગરોળ

 

17:35 PM

Biparjoy Cyclone Live: ભારતીય વાયુસેના હાઈ એલર્ટ પર, ગુજરાતના તમામ એરબેઝ પર હેલિકોપ્ટર સ્ટેન્ડબાય 

ચક્રવાત બિપરજોયના કારણે ભારે તબાહીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતના જામનગર, ભુજ, નલિયાના એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં તમામ હેલિકોપ્ટર કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે સ્ટેન્ડ બાય પર છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાયા બાદ રાહત અને બચાવ માટે જરૂર પડ્યે સિવિલ એરપોર્ટ પરથી ઓપરેશન ચલાવવાની તૈયારી છે.

17:34 PM

વાવાઝોડાની આફત સામે લડવા સૌરાષ્ટ્ર અને કચ્છમાં NDRF-SDRFની સૌથી વધુ ટીમો કરાઈ તૈનાત ​

 

17:26 PM

માળિયાની મેઘલ નદીમાં ઘોડાપૂર, શિવલિંગ પર જળાભિષેક થયો!

 

17:26 PM

Biparjoy Cyclone Live: બીપરજોય વાવાઝોડાની અસરને પગલે આણંદમાં ફૂંકાયો ભારે પવન, દરિયાકાંઠે તૈનાત કરાયા સાગર તટ રક્ષક દળના જવાનો

 

17:24 PM

Biparjoy Cyclone Live: માંગરોળના દરિયામાં મોજા ઉછળ્યા, SDRFના જવાનોની ટીમ તૈનાત, જોઈ લો વીડિયો

 

17:23 PM

ભરૂચમાં વાવાઝોડાના ખતરાના પગલે તંત્ર અલર્ટ, સમુદ્ર કિનારાના 44 ગામોને કરાયા અલર્ટ

 

17:19 PM

ગુજરાતીઓ પાછળ ના રડે! વાવાઝોડાના પગલે રાજકોટમાં સેવાયજ્ઞ, સૂકા નાસ્તાના ફૂડ પેકેટ તૈયાર કરાયા

 

17:15 PM

Biparjoy Cyclone Live: 3 કલાકમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડું (Cyclone Biporjoy) ગુજરાતની નજીક આવી રહ્યું છે. ખાસ કરીને ભારે પવન ફૂંકાવવાની સાથે ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને આગાહી સામે આવી છે. 3 કલાકમાં 17 જિલ્લામાં વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે.

17:14 PM

બિપર જોય ચક્રવાતનો રૂટ અને શું કરશે અસર

 

17:11 PM

વાવાઝોડાને 24 કલાક ઓબ્જર્વ્ડ કરી રહ્યો છે હવામાન વિભાગ

17:06 PM

ચક્રવાત બિપરજોયના આવી ગયા લેટેસ્ટ અપડેટ

 

17:05 PM

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કંડલા પોર્ટ પહોંચ્યા

 

17:01 PM

આટકોટની કે. ડી. પરવાડિયા હૉસ્પિટલ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને વાવાઝોડા દરમિયાન આપશે ફ્રી સારવાર

 

17:00 PM

102 વર્ષના દિવ્યાંગ વૃદ્ધાને ખુરશીમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા, ગુજરાત પોલીસનો વીડિયો વાયરલ

 

16:58 PM

Biparjoy Cyclone Live: 21,000 લોકોને અને લગભગ 2 લાખ પશુઓને ખસેડાયા

'બિપરજોય' ચક્રવાતી વાવાઝોડાને પગલે કચ્છમાં અત્યાર સુધીમાં 21,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વધુમાં, કચ્છમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, 1.5 થી 2 લાખ નાના-મોટા પ્રાણીઓને ઉચ્ચ સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

16:57 PM

Biparjoy Cyclone Live: NDRFની ટીમો તૈનાત, લોકોના દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ

એનડીઆરએફ અને એસડીઆરએફની એક-એક ટીમ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવનાવાળા સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ ઓખા બંદર પર તૈનાત કરવામાં આવશે. લગભગ 250 લોકોને અસ્થાયી આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા છે. સાવચેતીના પગલાં તરીકે, પ્રવાસીઓ અને સ્થાનિક વસ્તીને ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકાયો છે.

16:55 PM

Biparjoy Cyclone Live: 20 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ગુજરાત સરકારે કહ્યું છે કે, 'અત્યાર સુધીમાં 20,000થી વધુ લોકોને અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 500 લોકોને, કચ્છમાં 6,786, જામનગરમાં 1,500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4,820, ગીર-સોમનાથમાં 408, મોરબીમાં 2,000 અને રાજકોટમાં 4,031 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

16:53 PM

ચક્રવાત બિપોરજોયને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચક્રવાત બિપોરજોય સામે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવા ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને 8 જિલ્લાના વહીવટી અધિકારીઓએ ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. દરમિયાન ગુજરાતમાં જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, મોરબી અને રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ચક્રવાત ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લાઓમાં NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.

NDRFની કચ્છમાં ચાર, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, જામનગરમાં બે, જૂનાગઢ પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડમાં એક-એક ટીમ તૈનાત છે. આ ઉપરાંત બરોડામાં ત્રણ અને ગાંધીનગરમાં એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બીજી તરફ, કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRFની બે ટીમો, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં એક ટીમને રિઝર્વમાં રાખવામાં આવી છે.

16:52 PM

IMD એ બિપરજોયને 'અત્યંત ગંભીર ચક્રવાત' ગણાવ્યું

Biparjoy' એક 'અત્યંત ગંભીર ચક્રવાત' માં ફેરવાઈ ગયું છે.  ગુજરાતના 3 જિલ્લામાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે તે 15 જૂનની સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન, મહત્તમ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ઘણું નુકસાન કરી શકે છે. IMDએ જણાવ્યું કે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.

16:51 PM

વાવાઝોડાને પહોંચી વળવા કચ્છનું તંત્ર સજ્જ

16:49 PM

આ નંબર નોંધી લેજો, સંકટ સમયે કામ લાગશે...

 

16:42 PM

બિપરજોય વાવાઝોડું થોડું નબળું પડ્યું

બિપોરજોય વાવાઝોડાની જૂની ઝડપની તુલનામાં હાલ થોડું નબળું પડી ગયું છે. તેની ઝડપ 13 જૂને 150 થી 160 કિમી/કલાક અને 14 જૂને 135 થી 145 કિમી/કલાકની હતી. જ્યારે, 15 જૂને, ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી જવાની ધારણા છે. ચક્રવાત ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટકે તેવી ધારણા છે. તે 15 જૂને સાંજના સુમારે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. આ પહેલા 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે.

16:39 PM

આજે રાત્રે વાવાઝોડું ફરી દિશા બદલે તેવી આગાહી

બિપરજોય 15 તારીખે જ વિકરાળ બનશે વાવાઝોડું, ત્રણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આશંકા, બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાની 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે.

16:35 PM

જામનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર, અનેક વિસ્તારોમાં શરુ થયો ભારે વરસાદ

 

16:34 PM

ભક્તોની સુરક્ષાને લઈ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનો મહત્વનો નિર્ણય

 

16:33 PM

બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 313 કી.મી દૂર, કચ્છમાં ભુક્કા બોલાવશે

 

16:32 PM

વાવાઝોડાના ખતરાને પગલે સાસણ ગીર- ગીરનારની જંગલ સફારી વહેલા બંધ કરાઈ

 

16:28 PM

દમણના દરિયાનો ડરામણો નજારો, લગાવાયું આ નંબરનું ભયસુચક સિગ્નલ!

 

15:38 PM

હવામાન ખાતાની આગાહી
આગામી પાંચ દિવસને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ. દ્વારકા પોરબંદર અને કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી. સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. આજથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. 15 જૂને 125-130 km/h ગતી એ પવન ફૂંકાશે. હાલ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 14 જૂનના બદલે 13 જૂને રાત્રે દિશા ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 13 જુન બાદ વાવાઝોડું ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું સાંજના સમયે ટકરાશે.  

Trending news