ચેતન પટેલ, સુરત: કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ બાજુ હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હીરાબજાર હવેથી બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. અગાઉ હીરા બજાર ખુલ્લુ રાખવાનો સમય બપોરે 2 થી લઈને 4 વાગ્યા સુધીનો હતો. આ ઉપરાંત હીરાની ઘંટી પર બે રત્નકલાકાર બેસી શકશે. 


અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ગઈ કાલે કોરોના વાયરસના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 1159 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 271 નવા કેસ નોંધાાય છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 12785 પર પહોંચી ગયો છે. જ્યારે 406 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube