નવી દિલ્હી : આ વર્ષે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ દિવસથી દેશમાં ગણેશોત્સવની શરુઆત થશે. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવાર ગણપતિ સ્થાપનાના મુહૂર્ત 


  • સૂર્યોદયથી બપોરે 2:14 વાગ્યા સુધી સ્થિરયોગ છે

  • ચંદ્વ ગુરૂ અને શુક્ર સુમેળ છે

  • મૂહૂત

  • સવારે 6:25 થી 7:50

  • બપોરે 12:30 થી 1:50

  • બપોરે 2:00 થી 3:00

  • 12:39નું વિજય મુહૂર્ત


ભગવાન ગણેશની પૂજામાં કરશો આ 10 ભૂલ તો ફાયદાને બદલે થશે નુકસાન
સ્થાપના માટે ધ્યાનમાં રાખવાની વાતો
ગણેશ ચતુર્થીની પૂજા માટે સૌથી પહેલા બજારમાંથી ગણપતિની એક નવી પ્રતિમા લઈ આવો. જો તમે ઘરમાં ગણપતિની સ્થાપના કરવા ન માગતા હોવ તો પૂજામાં રહેલી અક્ષત સોપારીનું પણ ગણપતિ તરીકે પૂજન કરી શકાય છે અને પછી તેને પુજા સ્થાનમાં સ્થાપિત કરી શકાય છે. ગણપતિને ઘરમાં લઈ આવવા પહેલા પૂજા સ્થળને સાફ કરીને શુદ્ધ કરી લો. હવે આ જગ્યાએ લાલ કપડું પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને પછી તેના પર ગણપતિને સ્થાપિત કરો. ત્યારબાદ ગણપતિને દૂર્વા અથવા પાન દ્વારા ગંગાજળથી સ્નાન કરાવો. સ્નાન બાદ ગણપતિને પીળાં વસ્ત્ર અર્પિત કરો. ત્યાર બાદ કંકુનું તિલક કરીને અક્ષત લગાવો. પુષ્પ ચઢાવો અને પછી ગણપતિના પ્રિય એવા મોદકનો તેમને ભોગ લગાવો. તેમજ ઘરના દરેક સભ્ય સાથે મળીને ગણપતિના ભજન કિર્તનમાં ભાગ લો. ગણપતિને દરરોજ પંચમેવાનો ભોગ જરૂર લગાવો.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...