ઝી મીડિયા બ્યુરો, ગાંધીનગર: આજે લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ છે. લોકડાઉન પાર્ટ 4 અંગે મહત્વનો નિર્ણય લેવા માટે આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક યોજાવવાની છે. સાંજે 5 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળશે. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય સચિવ અનિલ મુકિમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, ડીજીપી સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે ગુજરાત વન રણનીતિ નક્કી થશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube