Board Exam 2024 : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જ્યારે જ્યારે પરીક્ષાઓ આવી છે, ત્યારે ત્યારે પેપર લીક આડે આવ્યું છે. પેપર લીકને રોકવા માટે સરકાર બિલ પણ લાવી છે. આવામાં હવે આવી રહેલી બોર્ડની પરીક્ષામાં સરકારે પાણી પહેલા પાળ બાંધી છે. સરકારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા આગામી 11 થી 26 માર્ચ વચ્ચે યોજાવાની છે. ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખોટી અફવાઓ અને બનાવટી માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા થકી બનાવટી પ્રશ્નપત્રો ફેલાવી પ્રશ્નપત્ર સાચું હોવાનો દાવો કરતા હોય છે. બનાવટી પ્રશ્નપત્રો સાચો હોવાના દાવો કરી લોકો પાસેથી નાણાકીય લાભ પણ મેળવતા હોય છે. બોર્ડ દ્વારા આવા નકલી સમાચાર અને આપવા આવો ફેલાવનાર સામે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના વાલીઓને પણ આ પ્રકારની કોઈ પણ આપવામાં ના દોરાઈને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો બોર્ડની વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર પર જાણ કરવા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપીલ કરાઈ છે. 


બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ


1. પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્વો દ્વારા યુટ્યુબ, ફેસબૂક, વોટ્સએપ. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશીયલ મીડીયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવી અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરતા હોય છે. આવા તત્વો પ્રશ્નપત્રોની નકલી લિંક ફેલાવે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા નમૂનાના પ્રશ્નશ્નપત્રમાંથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી પણ રજૂ કરે તેવી શક્યતાઓ રહે છે. જેથી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી જરૂરી છે.


2. આવા તત્વી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને લોકો પાસેથી નાણાકીય લાભ મેળવવાની કોશિશ કરતા હોય છે. આવા વ્યક્તિ/વ્યક્તિઓ/જૂથો/ એજન્સીઓ ભોળા વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરીને નાણાની માગણી પણ કરી શકે આવી બેજવાબદારીપૂર્વકની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થી અને વાલી સમાજમાં મૂઝવણ ચિંતા અને ગભરામણ પેદા થઇ શકે છે.


3. બોર્ડ દ્વારા આવા નકલી સમાચાર અને અફવાઓ ફેલાવનારાઓને પોલીસની મદદથી ઓળખીને તેમની સામે પગલાં લેવામાં આવશે.


ગુજરાતમાં કયા 20 સાંસદોની કપાઈ શકે છે ટિકિટ, આ રહ્યું લિસ્ટ : આ નેતાઓને 50 ટકા ચાન્સ


4. બોર્ડ IPC અને IT ACT ની વિવિધ જોગવાઇઓ હેઠળ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ન્યુઝ ફેલાવવામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા માટે કાયદાનું અમલીકરણ કરનાર એજન્સીઓની મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખે છે.


5. બોર્ડ વાલીઓને વિનંતી કરે છે કે પરીક્ષા માટે આપનું સંતાન આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નકલી સમાચારો ફેલાવવામાં સામેલ થાય નહીં તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન બોર્ડે નિયત કરેલ પરીક્ષા સંબંધી નિયમોનું પાલન કરે અને કોઇપણ જાતની ગેરરીતિથી અને ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહિ.


6. બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમ્યાન આવા અનઅધિકૃત સમાચારો અને અફવાઓથી જાહેર જનતા સજાગ રહે અને પરીક્ષાની પવિત્રતા જળવાય તે માટે કોઇપણ પ્રકારના સંદેશા વ્યવહાર દ્વારા આવી માહિતી ન ફેલાવવા તાકીદ કરવામાં આવે છે.


જાહેર જમીન પચાવી પાડવા લોકો મંદિર બનાવે છે, તમે ઈમોશનલ બ્લેકમેલ કરો છો : હાઈકોર્ટ


7. બોર્ડની જાહેર પરીક્ષાઓ સંબંધિત કોઇપણ પ્રકારના વાંધાજનક સમાચારો સોશિયલ મિડીયા કે અન્ય કોઇપણ માધ્યમથી મળે તો મહેરબાની કરીને બોર્ડના gsebexamcontrol@gmail.com 42 E-mail અથવા બોર્ડના કન્ટ્રોલ રૂમ નંબર 9909038768/7567918968/ 7567918938 42 કે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કન્ટ્રોલ રૂમ ખાતે જાણ કરશો.


સુરત પોલીસનું જાહેરનામું
બોર્ડની પરીક્ષાને લઈ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતમાં બોર્ડની પરીક્ષા સમયે ચારથી વધુ ભેગા થવા, લાઉડસ્પીકર વગાડવું, ઝેરોક્ષ ચાલુ રાખવા કે વાહનો ઊભા રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. આગામી 11 માર્ચથી 26 માર્ચ 2024 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે. સુરત શહેરમાં કુલ 389 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે તે માટે  મહત્વ પૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 


અંબાણી પરિવારની વહુએ પોતાના જ પ્રી-વેડિંગમા પહેર્યો હોલિવુડ એક્ટ્રેસે પહેરેલો ડ્રેસ, લોકો નિરાશ થયા