ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વિવિધ પરીક્ષાઓ ક્યારે યોજાશે તેનું સંપૂર્ણ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2024માં યોજાનારી તમામ ભરતી માટે જીપીએસસી દ્વારા આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ આંકડો સંભવિત છે. આગળ જતાં તેમાં વધઘટ થઈ શકે છે. 



સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSCએ દોઢ હજારથી વધારી જગ્યાઓની ભરતી માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.


  • મમદનીશ ઈજનેર વર્ગ-2 ની 96 જગ્યા પર ભરતી કરાશે

  • ગુજરાત ઈજનેરી સેવા વર્ગ-1,2 ની 16 જગ્યા પર ભરતી કરાશે

  • રાજ્ય વેરા નીરીક્ષક વર્ગ 3 ની 573 જગ્યા માટે ભરતી કરાશે

  • વીમા તબીબી અધિકારી વર્ગ 2 ની 147 જગ્યા પર ભરતી કરાશે

  • બાગાયત અધિકારી વર્ગ-2 ની 25 જગ્યા પર ભરતી કરાશે