ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગૌણ સેવાની 5 પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવાના રહેશે. જી હા....ગૌણ સેવા પસંદગી મંડળે આગામી યોજાનારી પાંચ પરીક્ષાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂવાડા ઉભા કરી દે તેવી આગાહી! આ જિલ્લાઓમાં થશે બારેમેઘ ખાંગા, ત્રીજો રાઉન્ડ ભૂક્કા


રાજ્યમાં યોજાનારી આગામી પાંચ સરકારી ભરતીની પરીક્ષાઓ માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. આ સંમતિપત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાશે. 



મહત્વનું છે કે, ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટે યોજાનાર છે, ત્યારે પરીક્ષાર્થીઓના ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે.


Video જોવાનું ના ચૂકતા: સરકારી બસોનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ, પણ શાળાએ બાળકોને.