Video જોવાનું ના ચૂકતા: સરકારી બસોનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ, પરંતુ શાળાએ બાળકોને જવા માટે બસ નથી

Amit Chavda Video Tweet: ગુજરાતના કોંગ્રેસના વિધાયક દળના નેતા અમિત ચાવડાએ શાળાના બાળકો માટે સરકારી બસોની સુવિધા ન મળતી હોવાનો મામલો ઉઠાવ્યો છે. ચાવડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લખ્યું છે કે સરકારી બસોનો ઉપયોગ રાજકીય કાર્યક્રમો માટે થાય છે પરંતુ બાળકોને શાળાએ જવા માટે બસ નથી.

Video જોવાનું ના ચૂકતા: સરકારી બસોનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ, પરંતુ શાળાએ બાળકોને જવા માટે બસ નથી

Amit Chavda Video Tweet: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પર આકરા પ્રહારો કરતા ભાજપના ડબલ એન્જિન સરકારના નારા પર ટકોર કરી છે.

ચાવડાએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં સરકાર રાજકીય કાર્યક્રમો માટે ST (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) બસોનો ઉપયોગ થાય છે પરંતુ બાળકોને શાળાએ જવા માટે બસની સુવિધા નથી. વિકાસના વખાણ કરતી સરકારની જમીની વાસ્તવિકતા જુઓ. ચાવડાએ Tweet કરેલા વિડિયોમાં મોટી સંખ્યામાં બાળકો માત્ર જીપ પર લટકેલા નથી પરંતુ વાહનની છત અને બોનેટ પર પણ બેઠા છે. ચાવડાએ Tweet કરેલો આ વીડિયો પણ વાયરલ થયો છે.

ડબલ એન્જિન સરકાર પર સીધો હુમલો
ચાવડાએ આ વીડિયો દ્વારા ડબલ એન્જિન સરકારના (double engine sarkar) નારા પર સીધું નિશાન તાક્યું છે. ચાવડાએ પોતાના Tweetમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel)પણ ટેગ કર્યા છે. ચાવડાએ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને ડબલ એન્જિનવાળી સરકાર ગણાવી છે. 16 સેકન્ડના આ વીડિયોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જે રીતે કારમાં બેઠા છે તે ખૂબ જ ખતરનાક છે.

ગુજરાતમાં ડબલ એન્જિન (Narendra modi, Bhupendra patel)ની સરકારમાં GSRTC બસોનો ઉપયોગ રાજકીય કાર્યક્રમો માટે થાય છે પરંતુ બાળકોને શાળાએ જવા માટે બસની સુવિધા નથી. વિકાસના વખાણ કરતી સરકારની જમીની વાસ્તવિકતા જુઓ.

— Amit Chavda (@AmitChavdaINC) July 14, 2023

વિડિયો લોકેશન જાણી શકાયું નથી
અમિત ચાવડાએ (Amit Chavda) આ વીડિયો કયા લોકેશનનો છે એ વિગતો આપી નથી, જે વાહનમાં શાળાના વિદ્યાર્થીઓ લટકી રહ્યા છે તેની આગળના ભાગે નંબર પ્લેટ પણ નથી. કોંગ્રેસ પક્ષ ભૂતકાળમાં પણ સત્તાધારી ભાજપના કાર્યક્રમોમાં સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે. આ વખતે ચાવડાએ વીડિયો Tweet કરીને બોમ્બ ફોડ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news