વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે અને નેશનલ હાઈવે 48 દ્વારા મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે કારણ કે આ  રસ્તાઓ પર વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ટેક્સમાં 5 રૂપિયાથી લઈને 15 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. IRB અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ વખતે જે વધારો કરવામાં આવ્યો છે તે એ રીતે  કરાયો છે કે કાર, જીપ, વાન, હળવા મોટર વાહનોવાળા પર વધુ ભાર ન પડે. કેટલાક કિસ્સાઓમાં તો ફક્ત રિટર્ન ફીમાં જ વધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થયો ટોલ ટેક્સ
વધેલા ભાવ મુજબ વડોદરાથી અમદાવાદ  વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફીલ કાર-વાન જીપ જેવા વાહનો માટે હાલ તો 135 રૂપિયા યથાવત છે. પરંતુ વાસદથી વડોદરા આવવા માટે નેશનલ હાઈવે 48 પર જે ટોલ ફી પહેલા કાર જીપ માટે 150 રૂપિયા હતી તેમાં 5 રૂપિયા જેટલો વધારો કરતા 155 રૂપિયા થઈ છે. જો કે રઘવાણજ ખાતે કાર-જીપની ટોલ ફી 105 રૂપિયા યથાવત છે. 


નેશનલ હાઈવે 48 પર ટોલ ફી
અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વાહનોએ વધુ ટોલ ટેક્સ ચૂકવવાનો વારો આવશે. જો કે સૂત્રો મુજબ આ વધારો 5થી 15 રૂપિયા જેટલો જ રહેશે. નેશનલ હાઈવે 48 પર રઘવાણજ ખાતે જીપ-કારનો ટોલ યથાવત છે. જે 105 રૂપિયા છે. એલસીવી માટે 170 રૂપિયા, ટ્રક અને બસ માટે ટોલ 345 રૂપિયા થયો છે. વાસદ ટોલનાકાથી વડોદરા આવવા માટે ટોલ  ફી જીપ-કાર માટે 155 રૂપિયા, એલસીવી માટે 240 રૂપિયા, બસ કે ટ્રક માટે 490 રૂપિયા ચૂકવવાનો વારો આવશે. 


અત્ર જણાવવાનું કે કંપનીઓ દર વર્ષે પહેલી એપ્રિલથી ટોલ ટેક્સમાં ફેરફાર કરતી હોય છે. આ ફેરફારને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. વધારા પહેલી એપ્રિલથી અમલમાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube