Important Information : ધોરણ 12 બોર્ડ પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 2024 ના લેવાનાર પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડ તરફથી સુચનાઓ જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓ 6 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓને લાગુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જાહેર થઈ હતી તારીખો
ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું કે, ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો માર્ચ - ૨૦૨૪ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેન તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.


તથ્ય પટેલ કરતા પણ ખતરનાક નીકળ્યો આ સુરતી નબીરો, પોલીસ કર્મી પર જ ચઢાવી દીધી ગાડી


રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જોકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે. 


બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.


વલસાડમાં બે કાર વચ્ચે રેસમાં ભરબજારમાં લોકોના શ્વાસ અદ્ધર ચઢ્યા, જુઓ કેટલાયને અડફેટે લીધા