વલસાડમાં બે કાર વચ્ચે રેસમાં ભરબજારમાં લોકોના શ્વાસ અદ્ધર ચઢ્યા, જુઓ કેટલાયને અડફેટે લીધા

Valsad Car Race ઊમેશ પટેલ/વલસાડ : વલસાડ શહેરમાં ભરબજારમાં બે કાર વચ્ચે નબીરાઓએ રેસ લગાવી હતી. આ કાર રેસના કારણે રાહદારીઓના જીવ અઘ્ધર અને એક કાર ચાલકને બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી છે. આ જોખમી કાર રેસના સીસીટીવી સામે આવ્યા છે.

1/8
image

વલસાડ શહેરમાં મોડી રાત્રે શહેરના ગૌરવ પથ ગણાતા એવા હાલર રોડ ઉપર બે કાર વચ્ચે રેસ લાગી હતી. રાત્રિના અંદાજે 11 વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે રેસ થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. 

2/8
image

બે કારની રેસમાં એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારને ગંભીર ઈજા પહોંચાડી હતી.   

3/8
image

આ જોખમી કાર રેસની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.   

4/8
image

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને કાર 100 થી વધુની સ્પીડે શહેરના મુખ્ય રસ્તાઓ પર દોડતી નજરે ચઢી હતી અને સાથે કાર ચાલકોમાં વલસાડ પોલીસનો જાણે કોઈ ભય ના હોય એવી રીતે શહેરના મુખ્ય માર્ગો પર રેસ લગાવવામાં આવી હતી.

5/8
image

વલસાડ શહેર પોલીસ સ્ટેશનના 500 મીટરના અંદર જ આ રેસ લગાવવામાં આવી હતી. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી લઈ વધુ તપાસ હાથ ધરી છે. 

6/8
image

બંને કાર ચાલક હજી પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસ દ્રારા વહેલી તકે આવા કાર ચાલકોને ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે  

7/8
image

8/8
image