સામ દામ દંડ ભેદ સાથે કેવી રીતે સત્તા હાંસલ કરવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગુજરાત મોડલ: આલોક શર્મા
Gujarat Assembly Elections: અગાઉ ઉત્તરાખંડ અને ગોવા ચુંટણી વચ્ચે 53 દિવસનાં ગેપમાં પણ જાહેર કરી છે. ચુંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચુંટણી તારીખ જલ્દી જાહેર કરે, કોંગ્રેસ ચુંટણી માટે એકદમ તૈયાર છે.
Gujarat Assembly Elections: હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ હવે ગુજરાતની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનાં ઇશારે કામ કરતા ચુંટણી પંચે ગુજરાતમાં ચુંટણી જાહેર કરી નથી. ચુંટણી પંચે હિમાચલ અને ગુજરાતની વિધાનસભા ચુંટણી વચ્ચે 40 દિવસનાં ગેપનું કારણ આગળ ધર્યું છે, પણ અગાઉ ઉત્તરાખંડ અને ગોવા ચુંટણી વચ્ચે 53 દિવસનાં ગેપમાં પણ જાહેર કરી છે. ચુંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચુંટણી તારીખ જલ્દી જાહેર કરે, કોંગ્રેસ ચુંટણી માટે એકદમ તૈયાર છે.
તેમણે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગત ચુંટણીમાં જે બોર્ડર પર અમે લાસ્ટ ટાઇમ અટક્યા હતાં તે બોર્ડર અમે આ વખતે પાર કરી લઇશું. શામ દામ દંડ ભેદ સાથે કેવી રીતે સત્તા હાંસલ કરવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગુજરાત મોડલ. આપ પંજાબ અને દિલ્હીનાં દારૂના રૂપિયા ગુજરાતમાં ચુંટણીમાં વાપરી રહી છે. આપ એ ભાજપની બી ટીમ છે, જ્યાં ભાજપને હાર દેખાય ત્યાં 'આપ' નો ઉપયોગ કરે છે. આપ ભાજપનાં ઇશારે ભાજપનાં સંશાધનો અને ભાજપની રણનીતિ હેઠળ ગુજરાતમાં કામ કરી રહી છે. ગુજરાતમાં આપનો વોટ પર્સેન્ટેજ વધારી ભાજપ કોંગ્રેસને હરાવવા માંગે છે.
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાન પદનું સન્માન કરીએ છીએ. આ પ્રકારની ભાષા યોગ્ય નથી પણ જે રીતે ભૂતકાળમાં મોદીએ કોંગ્રેસના સોનિયા ગાંધી સહિતનાં નેતાઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો હતો મને લાગે છે કે તેવું જ તેમને પાછું મળી રહ્યું છે. 150ને પારનું સૂત્ર ગત વખતે પણ મોટા ભાઇ, નાના ભાઇએ આપ્યું હતું, તે નિષ્ફળ ગયું હતું, પણ આવા આંકડાઓ દ્વારા ભાજપ લોકો પર ભ્રમિત કરે છે પણ આ વખતે વાતાવરણ બદલાયેલું છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે, આપ ક્યાંય છે જ નઇ..
તેમણે ઉમેર્યું હતું કે, કંસ, હનુમાન ભક્ત સહિતનાં કેજરીવાલનાં નિવેદનો એ માત્ર નાટક છે. ભાજપ અને આપ બંને મળેલા છે. ગુજરાતની જનતા ઠગનાં ઝાંસામાં નહીં આવે. આપ એ છોટા રિચાર્જ છે. એનાં બિસ્તરા પોટલાં બાંધીને પાછા મોકલીશું. રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ કોઇપણ બને પણ તેમાં દખલ બધા જ નેતાઓની રહેશે. રાહુલ ગાંધીની ભૂમિકા સાંસદ અને આગેવાન તરીકે કોંગ્રેસમાં રહેશે.
જુઓ આ પણ વીડિયો:-