સુરત: આજે ઈ-એફઆરઆઈની જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં લવજેહાદ મામલે ગૃહ રાજ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રેમ કરવાનો તમામને હક છે. પરંતુ કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નામ બદલીને યુવકો યુવતીઓને ફસાવે છે. આ વાતને લઈને આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી છે.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પાટીદાર અગ્રણીઓએ પણ પોતાની આ મુદ્દે ભઆરે નારાજગી દર્શાવી છે. નામ બદલીને કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવે તેને પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં. પ્રેમ કરવાનો હક તમામને છે. પરંતુ પોતાની ઓળખાણ છતી કરીને... પરંતુ કોઈ મુસ્તફા- મહેશ બનીને પ્રેમ કરે તો તે સમાજની વયવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈ પણ ફરિયાદ અમને મળશે તો તે બાબતે કડક પગલાં ભરવામાં આવશે તેવી બાહેધારી હું સૌને આપું છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube