ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતી સિંગર વિજય સુવાળા ભાજપમાં જોડાશે તે વાતમાં હવે કોઈ બેમત નથી. આ મુદ્દાને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. હવે સિલસિલામાં આપ નેતા મહેશ સવાણીએ એક નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્ત્વનું છે કે, વિજય સુવાણા આજે બપોર પછી કમલમમાં જઈને વિધિવત રીતે ભાજપમાં જોડાશે. BJPમાં જોડાયા પહેલા વિજય સુવાળાનું ZEE 24 કલાક પર મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ભાજપમાં જોડાઇને હું લોકોની સેવા કરીશ. છેલ્લે સુધી તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તેના પર ફોલ પાડ્યો નહોતો. તેઓ છેલ્લે સુધી કહેતા રહ્યા કે મને મોકો મળશે તો હું ભાજપમાં સેવા કરીશ. આપ નવી પાર્ટી છે ભાજપ જૂની પાર્ટી છે. ભાજપનું વિશ્વમાં સૌથી મોટું સંગઠન છે. આ વાતો પરથી એકવાત સ્પષ્ટ છે કે સુવાળાનો ભાજપ પ્રેમ સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે વિજય સુવાળાને ઇસુદાન ગઢવી મનાવી શક્યા નહોતા. AAP નેતાઓ ઓલ ઇઝ વેલ કરતા રહ્યા અને ભૂવાજી ભાજપમાં જતા રહ્યા છે. 


આપ નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આપ નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં  ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટેસમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંતી રાજીનામું આપું છું.


કેમ્પ હનુમાન મંદિરના દ્વાર ફરીથી દર્શનાર્થીઓ માટે બંધ, એકાએક કેમ લેવાયો નિર્ણય?


તેમણે જણાવ્યું હતું કે રાજકારણ એટલે સેવા કરવાનો મોકો મળે ત્યાં લોકો કામ કરે છે. વિજયભાઈ એક કલાકાર છે, અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતો નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.


તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ છે. સવાણીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે ભુવાજી તો કહેતા હતા કે મારી પાછળ લાંબી લાઈન થશે. તેના પર સવાણીએ કહ્યું કે એતો આવનારા સમય બતાવશે, હું અત્યારે તેના પર કંઈ ના કહી શકું. તમામ લોકો પોતાના વિચારો પ્રમાણે કામ કરે છે અને તે પાર્ટીમાં જોડાય છે.


વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બીજી બાજુ જ્યારે મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને ભાજપ મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ ઝી 24 કલાકે જ્યારે તેમને ઈન્ટરવ્યૂમાં પુછ્યું કે તમને ભાજપમાં જોડાવા માટે ઓફર મળે તો... તે સવાલના જવાબમાં મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી.


ગુજરાતી સિંગર વિજય સુવાળા આજે ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં? બપોરે મળી જશે જવાબ


તેમને તો છેલ્લે એવું પણ જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે મારે તો રાજનીતિ જ છોડી દેવી જોઈએ. કારણ કે હું દીકરીઓ માટે જે કામ કરું છું, તેમાંથી મને સમય મળી રહ્યો નથી. આ સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ AAP તૂટી રહી છે તે વાત ફાઈનલ છે. એટલે કે આવનારા સમયમાં નેતાઓ પક્ષપલ્ટો કરીને આમથી તેમ જઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube